Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૦૩
- અમારા વડે આ દુઃસ્વપ્ન જોવાયું તે નષ્ટ થાઓ. ખરેખર ! તે દુઃસ્વપ્ન ચરિતાર્થ કરવા વડે પિતાની જાતે જ નિષ્ફળ થાય એ પ્રમાણે વારંવાર ચકવતી વડે આદેશ કરાયેલા તેઓ સૈનિકે સાથે કેમે કરીને તેમનાં વચનને સ્વીકારે છે, કારણ કે “સ્વામીની આજ્ઞા બળવાન છે.”
તે પછી તે સર્વે સૈન્યના સુભટો મેરુપર્વતરૂપી મંથનદંડના દોરડારૂપે થયેલ સાપની જેમ ચકવતની ભુજાના સાંકળના સમૂહને ખેંચે છે, તે વખતે લટકતી ચકવતની ભુજાની સાંકળને વિષે ગાઢપણે વળગેલા તેઓ ઊંચા વૃક્ષની શાખાઓના અગ્રભાગને વિષે લાગેલા વાંદરાઓની જેવા લાગે છે, ચક્રવતી પિતાની મેળે પિતાને ખેંચતા પોતાના સૈનિકોને પર્વતને ભેદતા હાથીની જેમ કૌતુક જોવા માટે ઉપેક્ષા કરે છે. - હવે ચકવતી તે જ હાથ વડે હૃદય ઉપર અંગરાગ કરતે હેય તેમ તે હાથને હદય ઉપર સ્થાપે છે. તે વખતે તે સુભટે માળાબદ્ધ ઘટીના ન્યાયે સર્વે સાથે પડે છે, તે વખતે ચક્રવતીને હાથ નિરંતર લટકતા તે રૌનિકો વડે, ખજૂર વડે ખજૂરીના ઝાડની શાખાઓ જેમ શેભે છે.
સ્વામીના પરાક્રમ વડે હર્ષ પામતા તે સૈનિકો પૂર્વે કરેલી દુશંકાની જેમ તે હાથની સાંકળોને ક્ષણવારમાં ત્યાગ કરે છે. તે પછી ચક્રવતી હાથી ઉપર ચઢી ફરીથી સમરાંગણમાં આવે છે. તે વખતે બંને સૈન્યની મધ્યમાં વિશાળ પૃથ્વીતળ ગંગા-યમુનાના મધ્યભાગમાં