Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૯૮
શ્રી ઋષભનાથ ચરિત્ર વિદ્યાના સેવક કાલિકેય, શ્વપાકી વિદ્યાના ભક્ત શ્વપાકગ, માતંગી વિદ્યાના આરાધક માતંગ, પાર્વતી વિદ્યાના આરાધક પર્વતક, વંશાલયા વિદ્યાના સેવક વંશાલય, પાંશુમૂલા વિદ્યાના ભક્ત પાંશુમૂલક, વૃક્ષમૂલ વિદ્યાના ઉપાસક વૃક્ષમૂલક; એ પ્રમાણે સોળ વિઘાવડે સોળ. નિકાય થયા.
તે પછી વિદ્યાધરોના સોળ નિકાયને વહેંચીને આઠ નિકાય નમિરાજાએ, અને આઠ નિકાય વિનમિરાજાએ લીધા. તે નમિ અને વિનમિએ પિત–પિતાની નિકાયમાં પિતાના દેહ જેવી ભક્તિવડે વિદ્યાના અધિપતિ દેવતાની સ્થાપના કરી.
તે પછી તે બંને હંમેશાં શ્રીષભદેવ સ્વામીની પ્રતિમાના પૂજનમાં તત્પર થયા થકા ધમને બાધા ન પહોંચે તે રીતે કામભેગેને ભેગવે છે.
ક્યારેક તે બંને જબૂદ્વીપની જગતીમાં જાલકટકને વિષે પ્રિયાઓ સાથે બીજા શક અને ઈશાનેન્દ્ર હોય તેમ ક્રિીડા કરે છે. કયારેક સુમેરુપર્વતના ઉદ્યાનમાં, અને નંદન આદિ વનમાં હંમેશાં હષિત ચિત્તવાળા પવનની જેમ અપ્રતિબદ્ધ ફરે છે. કયારેક શાશ્વત પ્રતિમાઓની પૂજા માટે નંદીશ્વર આદિ તીર્થોમાં જાય છે. શ્રદ્ધાયુક્ત શ્રમણોપાસકોએ મેળવેલી લક્ષ્મીનું એ જ ફળ છે. કયારેક તેઓ મહાવિદેહ ક્ષેત્રને વિષે અરિહંતના સમવસરણમાં જઈને સની દેશનારૂપ સુધારસનું પાન કરે છે. કયારેક