Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૯૮
શ્રી ઋષભનાથ ચસ્ત્રિ
છે, કાલરાત્રિ જેવા સ્કુરાયમાન તે મેઘના અંધકાર વડે સૂર્ય કેઈ ઠેકાણે ચાવી ગો હેય તેમ અને પર્વત નાશ પામ્યા હોય તેમ થયું.
તે વખતે પૃથ્વીતળમાં એક અંધકારપણું અને એક જળભાવ એ બંને ધર્મો એકી સાથે થયા.
ચક્રવતી પણ અનિષ્ટ આપનારી ઉત્કૃષ્ટ વૃષ્ટિને જોઈને પોતાના હસ્ત વડે પ્રિય ભૂત્યની જેમ ચર્મરત્નને સ્પર્શ કરે છે, ચકવતિના હસ્ત વડે સ્પર્શ કરાયેલ તે ચર્મરત્ન ઉત્તરદિશાના પવનથી મેઘની જેમ બાર એજન વૃદ્ધિ પામ્યું. સમુદ્રની મધ્યના ભૂતલની જેમ પાણી ઉપર રહેલા તે ચર્મરત્ન ઉપર ચઢીને રૌજસહિત રાજા રહે છે.
તે વખતે પરવાળા વડે ક્ષીરસમુદ્રની જેમ અતિસુંદર નવાણું હજાર સુવર્ણની સળીઓથી સુશોભિત, નાળ વડે કમળની જેવા ત્રણ–ચંથિ વગરના સરપણાથી શેભતા સુવર્ણદંડ વડે શોભતા, જળ-તપ-વાયુ-અને ધૂળથી રક્ષણ કરવામાં સમર્થ એવા છત્રને પૃથ્વીપતિ હાથ વડે સ્પર્શ કરે છે, અને તે પણ ચર્મરત્નની જેમ વધે છે.
તે વખતે છત્ર અને ચર્મરત્નને સંપુટ, તરતા. ઈંડાની જેમ શેભે છે, ત્યારથી માંડીને લેકમાં બ્રહ્માંડમાં પ્રમાણે કલ્પના થઈ.
ગૃહિરનના પ્રભાવથી સુક્ષેત્રની જેમ ચર્મરત્નમાં પ્રાતઃકાળે વાવેલાં ધાન્ય સાંજે ઉત્પન્ન થાય છે તેમજ