Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૬૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
સુવેગ દૂતનું વિનીતામાં આગમન સ્વામીના હિતચિંતક મંત્રીઓને પણ ધિક્કાર થાઓ, અમોને પણ અહીં ધિક્કાર થાઓ કે શત્રુની જેમ જેઓએ આ કાર્યમાં સ્વામીની ઉપેક્ષા કરી. “એક સુવેગે જઈને સ્વામીને વિગ્રહ કરાવ્ય” એમ લેક બોલશે. ગુણને દૂષિત કરનાર દૂતપણુને ધિક્કાર છે
આ પ્રમાણે હંમેશાં વિચારતો કેટલાક દિવસે નયમાં નિપુણ એવો સુવેગ વિનીતાનગરીમાં પહોંચે છે. દ્વારપાળ વડે સભામાં લઈ જવાચેલે તે પ્રણામપૂર્વક બે હાથ જોડી બેસે છે.
તે પછી ચક્રવતી આદર સહિત પૂછે છે કે હે સુવેગ ! મારા નાનાભાઈ બાહુબલિનું શું કુશળ છે ને ? કારણ કે તું વેગ વડે આવ્યો છે તેથી હું ક્ષોભ પામ્ય છું. અથવા તેના વડે કાઢી મૂકાયેલે તું જલદી આવ્ય, બલવાન એવા તે મારા ભાઈની એ વીરવૃત્તિ યુક્ત છે.
તે વખતે સુવેગ પણ આ પ્રમાણે કહે છે – હે દેવ! તમારી જેમ અતુલ્ય પરાકમવાળા તેનું અકુશળ કરવાને દેવ પણ સમર્થ નથી.
તમારે નાનો ભાઈ છે એથી પહેલાં વિચાર કરીને અત્યંત હિતને ઈચ્છનારા એવા મેં વિનયપૂર્વક તેને સ્વામીસેવા માટે કહ્યું. તે પછી તીવ્ર ઔષધની જેમ પરિણામે ઉપકારી, અવાચ્ય ઠપકાલાયક વચન વડે તેને કહ્યું, પણ