Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
(૩૮૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
હવે તે બન્ને ભરત અને બાહુબલિ રાજા કલ્પવૃક્ષની જેમ સ્તુતિપાઠકોને દ્રવ્ય આપતા, ઇંદ્રની જેમ આવેલા પિતાના સૈન્યને જેતા, રાજહંસ જેમ કમળનાળને ધારણ કરે તેમ એક બાણને ધારણ કરતા, વિલાસી પુરુષ જેમ કામકથા કરે તેમ યુદ્ધકથા કરતા, મહાન ઉત્સાહવાળા મહાતેજસ્વી તે બંને ગગનમધ્યમાં સૂર્યની જેમ પિત– પિતાના સૈન્યમાં આવે છે.
પિતાના સૈન્યની અંદર રહેલે ભરત અને બાહુબલિ જંબુદ્વીપને મધ્યવતિ મેરુપર્વતની શોભાને ધારણ કરે છે. તે બંને સૌની અંતઃવતી ભૂમિ નિષધ અને નીલવંતપર્વતના મધ્યમાં મહાવિદેહ ક્ષેત્રની ભૂમિની જેવી દેખાય છે.
તે બંને સેનાએ કલ્પાંતકાળે પૂર્વ પશ્ચિમ સમુદ્રની જેમ પંક્તિરૂપ થઈને એક બીજાની સન્મુખ જાય છે, પંક્તિ તેડીને બહાર જતા સૌનિકેતને રાજાના દ્વારપાળ પૂલ જેમ પાણીના પ્રવાહને અટકાવે તેમ અટકાવે છે. તે સુભટ રાજાના આદેશથી, તાલવડે એક સંગીતમાં રહેલા. નર્તકની જેમ પરસ્પર સમાન પાદન્યાસપૂર્વક ચાલે છે.. પિતાના સ્થાનને ત્યાગ કર્યા વિના જતા સર્વ સૈનિકે. વડે તેઓની બંને સેનાઓ એક દેહવાળી હોય તેમ શેભે છે.
તે સુભટે રથના લેહમુખવાળા ચકો વડે પૃથ્વીને ફાડતા, લેઢાના કેદાળા સરખી અશ્વોની ખરી વડે પૃથ્વીને