Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૮૬
શ્રી ઋષભનાથ ચરિત્ર ધૂમ્રવલ્લી વડે કસ્તુરીપત્રની શ્રેણીને આલેખતો હોય તેમ પ્રતિમાની આગળ ધૂપ બાળે છે, તે પછી તે સમગ્ર કમરૂપી કાષ્ઠને બાળવા માટે ઉત્કટ અગ્નિકુંડ હોય એવા ઉદ્દીપ્ત દીપકવાળી આરતીને ગ્રહણ કરે છે, તે આરતીને ઉતારીને અને આદિનાથને પ્રણામ કરીને ભરતરાજા મસ્તકને વિષે બે હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવાની શરુઆત કરે છે – | હે જગતના નાથ ! જડ હોવા છતાં પણ પિતાને રોગ્ય માનનારો હું તમારી સ્તુતિ કરું છું, કારણકે વડીલેની આગળ બાળકની અસ્પષ્ટ વાણી ગ્ય જ છે.
હે દેવ ! ભારે કમી જીવ પણ તમારા શરણનો સ્વીકાર કરી સિદ્ધ થાય છે. સિદ્ધરસના સ્પર્શ વડે ખરેખર લેહ પણ સુવર્ણ થાય છે.
હે નાથ! તમારું ધ્યાન કરનાર, પૂજા કરનાર ધન્ય પ્રાણીઓ મન-વચન-કાયાના ફળને પામે છે. તે સ્વામી! પૃથ્વીમાં વિહાર કરતા તમારા ચરણની રજ મનુષ્યના પાપરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં મહારાજ જેવું આચરણ કરે છે, હે પ્રભુ! સ્વભાવથી મેહ વડે જન્માંધ એવા પ્રાણુઓને વિવેકરૂપી નેત્ર આપવા માટે તમે એક જ શક્તિવાળા છે, જે તમારા ચરણકમળમાં ભ્રમર સરખું આચરણ કરે છે, તેઓના મનને મેરુ વગેરેની જેમ લકા પણ દૂર નથી. હે દેવ! તમારા દેશનાના વચન વડે પ્રાણુઓના કર્મરૂપ પાશે મેઘના પાણીથી જાંબૂ