Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૮૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
જોવા માટે રાજહંસની જેમ ધન્ય પ્રાણીએ પ્રતિનિ દૂરથી પણ દોડે છે. હે ભગવંત! શીતથી પીડા પામેલા જેમ સૂનું શરણ સ્વીકારે તેમ ભયંકર સ'સારના દુઃખથી પીડા પામેલા વિવેકી પુરુષો તમારા એકનું જ શરણુ સ્વીકારે છે. હે નાથ ! હથી નિમેષરહિત નેત્રા વડે જે પ્રાણીએ તમને જુએ છે, તેને પરલોકમાં પણ દેવપણું દુ`ભ નથી. હે દેવ ! રેશમી વસ્રને કાજળથી કરાયેલી મલીનતા જેમ દૂધ વડે દૂર થાય છે, તેમ તમારા દેશના— રૂપી જળ વડે મનુષ્યેાના કમળ દૂર થાય છે. હે સ્વામી! ઋષભનાથ' એ પ્રમાણે જાપ કરાતુ તમારું નામ સ સિદ્ધિઓને આકર્ષણુ કરવાના મ`ત્રપણાને પામે છે, હે પ્રભુ ! જે તમારી ભક્તિરૂપ કવચવાળા છે, તે પ્રાણીઆને વજ્ર પણ ભેઢી શકતું નથી, શૂલ પણ છેદી શકતુ નથી.
આ પ્રમાણે રોમાંચિત શરીરવાળા, રાજાએમાં શિરોમણિ એવા તે બાહુબલિ ભગવંતની સ્તુતિ કરીને, નમન કરીને દેવમંદિરમાંથી બહાર નીકળે છે.
તે પછી તે સુવ–માણિકયથી મંડિત વાકવચને વિજયલક્ષ્મીના વિવાહને માટે કંચુકની જેમ ગ્રહણ કરે છે, તે પછી તે રાજા વિપુલ પરવાળાના સમૂહ વડે સમુદ્રની જેમ તે કવચ વડે શેાલે છે. તે પછી રાજા, પર્વતના શિખર ઉપર રહેલ મેઘમાળાની શેશભાને વિડંબના કરનાર શિરસ્ત્રાણને મસ્તકને વિષે સ્થાપન કરે છે, પીઠ ઉપર મહાનાગના સ્થાનથી વ્યાપ્ત પાતાળના છિદ્રની ઉપમાવાળ