Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે ગંગાદેવી ભરતરાજાને બે રત્નના સિંહાસન, એક હજાર અને આઠ રત્નના કુંભ આપે છે. ત્યાં રૂપ અને લાવણ્યથી કામદેવને કિંકર કરનારા ભરતરાજાને જેઈને ગંગા પણ ક્ષોભ પામે છે, મુખરૂપી ચંદ્રને અનુસરનારા દેદીપ્યમાન તારાગણ જેવાં મુક્તામય વિભૂષણે વડે સર્વાગે શોભતી, વસ્રરૂપે પરિણત થયેલ પિતાના . પ્રવાહજળની જેવા કેળના ગર્ભની છાલ સરખાં વસ્ત્રોને ધારણ કરતી, રોમાંચકંચુકથી ઊંચે જતા સ્તનથી તૂટી ગયે છે કંચુક જેને એવી, સ્વયંવરમાળાની જેમ ધવલ દુટિને ફેંકતી, સ્નેહથી ગદ્ગદ વાણી વડે રાજાને ગાઢ પ્રાર્થના કરીને કીડા કરવાને ઈચ્છતી ગંગાદેવી કીડાગૃહમાં લઈ જાય છે.
ત્યાં રાજા ગંગાદેવી સાથે વિવિધ દિવ્ય ભોગોને ભગવતે એક દિવસની જેમ એક હજાર વર્ષ પસાર કરે છે, કેમ કરીને ગંગાને સમજાવીને, અનુજ્ઞા લઈને તે ભરત પ્રબળ રમૈન્ય સાથે ખંડપ્રપાતા ગુફા તરફ ચાલે છે.
હવે બળ વડે અતિમહાબલ એ તે ખંડપ્રપાતા ગુફાથી દૂર સૈન્યને પડાવ નાંખે છે. ત્યાં રાજા નાટમાલદેવને મનમાં કરીને અઠમતપ કરે છે અને તેનું આસન કંપાયમાન થાય છે.
તે દેવ અવધિજ્ઞાનથી ત્યાં આવેલા ભરત ચક્રવતિને જાણીને ભેટશુઓ સાથે આવે છે. છ ખંડ પૃથ્વીના