Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧૧ પતિને, ઘણી ભક્તિના સમૂહથી ભરેલે તે દેવ, આભૂષણ આપે છે અને સેવા સ્વીકારે છે.
તે પછી વિવેકવંત રાજા નાટક કરનાર નટની જેવા નાટયમાલદેવને પ્રસાદપૂર્વક વિસર્જન કરે છે. પારણું કરીને તે દેવનો અષ્ટાક્ષિક મહોત્સવ કરે છે. તે પછી સુષેણ સેનાપતિને “ખંડપ્રપાતા ગુફાને ઉઘાડો' એ પ્રમાણે આદેશ કરે છે.
તે પછી સેનાપતિ નાટયમાલ દેવને મંત્રની જેમ મનમાં કરીને પૌષધશાળામાં અઠમતપ કરીને પૌષધ ગ્રહણ કરે છે, અમતપને અંતે પૌષધગૃહમાંથી નીકળીને, પ્રતિષ્ઠામાં આચાર્યની જેમ બલિવિધિ કરે છે, તે પછી કર્યું છે પ્રાયશ્ચિત્તકૌતુકમંગલ જેણે એવો તે મહામૂલ્ય અલ્પવસ્ત્રને ધારણ કરી, તે ધૂપધાણું ધારણ કરતો ખંડપ્રપાતા ગુફા પાસે જાય છે, જેવા માત્રથી નમસ્કાર કરી તેના કમાડની પૂજા કરે છે, તે પછી ત્યાં અષ્ટ મંગલ આલેખે છે.
હવે તે સેનાપતિ કમાડ ઉઘાડવા માટે સાત-આઠ પગલાં ખસીને સુવર્ણમય કુંચી જેવા દંડ રત્નને ગ્રહણ કરે છે, તે દંડરત્ન વડે તાડન કરાયેલ તે બંને કમાડ, સૂર્યના કિરણથી સ્પર્શ કરાયેલ કમળકેશની જેમ ઊઘડે છે. દ્વારદ્દઘાટનના સમાચાર ચકવતિને જણાવે છે.
તે પછી તે ભરતરાજા હાથીના સ્કંધ ઉપર ચઢી હાથીના જમણું કુંભ પ્રદેશ ઉપર મણિરત્નને સ્થાપન