Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્વામીને વિષે અત્યંત અલ્પ પણ પેાતાનું છિદ્ર શકવું જોઈએ, કારણકે નાના છિદ્રથી પણ પાણી પૂલને શુ ઉખાડી નાખતું નથી ? આટલા કાળ સુધી ન આવ્યા એવી આશા મનમાં કરતા નહિ, હમણાં પણ આવે. ઉત્તમ સ્વામી દોષને ગ્રહણ કરતા નથી. ત્યાં તમે જશે તેથી પિશુન લેાકેાના મનારથી સૂર્યોદયમાં હિમસમૂહની જેમ તરત જ વિનાશ પામશે.
પદિવસે ચંદ્ર સૂર્યની જેમ તેજ વડે વૃદ્ધિ પામે, તેમ સ્વામી સાથે સ'ગમ થવાથી તમે તેજ વડે ચિરકાળ વૃદ્ધિ પામેા.
સ્વામીપણાને ઈચ્છતા બીજા પણ ઘણા પરાક્રમી રાજાઓ, પેાતાના સેન્ટપણાના ત્યાગ કરીને તે ભરતરાજાની પ્રતિદિન સેવા કરે છે. દેવા વડે ઈન્દ્રની જેમ, નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ ચક્રવતી રાજાએ વડે અવશ્ય સેવા કરવા ચેાગ્ય છે. ચક્રવતી પણાના પક્ષમાં પણ તમે તેમની સેવા કરશે તે અદ્વિતીય અ’વાત્સલ્યના પક્ષને પ્રકાશિત કરશે.
મારા ભાઈ છે એમ ભય રહિત થયા થકાં ન આવા તે ચેાગ્ય નથી, કારણ કે આજ્ઞાપ્રધાન રાજાએ જ્ઞાતિભાવ વડે ગ્રહણ કરાતા નથી.'
લાહકાંત વડે લેાહની જેમ પ્રકૃષ્ટ તેજ વડે ખેંચાચેલ દેવ-દાનવ–અને માનવા ભરતેશ્વરની પાસે આવે છે. ઇંદ્ર પણ અ આસન આપવા વડે જેમની સાથે