Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૫ર
શ્રી ઋષભનાથ ચરિત્ર આ પ્રમાણે પૂછીને તે રાષભપુત્ર બાહુબલિ મૌન રહે છતે, ઉત્સુકતા રહિત તે સુવેગ બે હાથ જોડી આ પ્રમાણે વચન બોલે છે - જે સકળ પૃથ્વીનું જાતે કુશળ સ્વતઃ સિદ્ધ છે. અધ્યાનું, સુષેણ આદિનું, હાથીનું અને અશ્વનું અકુશળ કરવાને દૈવ પણ શું સમર્થ છે કે જેને સ્વામી તમારે માટે ભાઈ છે?
ભરત રાજાથી તુલ્ય અથવા અધિક શું કઈ કઈ પણ જગ્યાએ છે કે જે છ ભરતખંડના જયમાં વિદન કરનાર થાય !
અખંડિત આશાવાળે તે ભરતેશ્વર સર્વ રાજાઓ વડે સેવાય છે. તે પણ કયારેય મનમાં આનંદ પામતે નથી. “જે દરિદ્ર હોવા છતાં કુટુંબવડે સેવાય તો તે ઈશ્વર છે, જે તેના વડે ન લેવાય તેને અધર્યનું સુખ કયાંથી હોય?”
સાઠ હજાર વર્ષને અંતે આવેલા તમારા મોટા ભાઈએ ઉત્કંઠાપૂર્વક નાના ભાઈ એના આગમનની રાહ જોઈ, મહારાજ્યાભિષેકના સમયે ત્યાં બંધુ–સંબંધિજન મિત્ર આદિ સર્વે આવ્યા અને ભરતરાજાને રાજ્યાભિષેક મહોત્સવ કર્યો.
ઈંદ્ર સહિત દેવે આવવાથી પણ સયું, પરંતુ તમારા ચેષ્ઠબંધુ રાજા પાસે પિતાના નાના બંધુઓને ન જોતાં હર્ષ પામતો નથી, કારણકે ઉત્કંઠા બળવાના હોય છે.