Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૬૩
જેડીને નવી તંત્રીઓ વડે બાંધીને યમની ભ્રકુટી સરખા સારંગ ધનુષે (શીગડામાંથી બનતાં ધનુષ્ય)ને તૈયાર કરે છે, કેટલાક પ્રાણવંત વાજિંત્રોની જેમ પ્રમાણમાં અવાજ કરતા એવા ઊંટને અરણ્યમાંથી કવચ આદિ ઉપાડવા માટે લાવે છે. કેટલાક બાણ સહિત ભાથાઓને અને ટેપ સહિત કવચાને, યાયિક સિદ્ધાંતને દઢ કરે તેમ અત્યંત દઢ કરે છે, કેટલાક ગંધર્વના ભવન જેવા મોટા પડદાઓને અને તંબૂઓને પાથરીને ક્ષણવાર જુએ . છે. બાહુબલિ રાજાને વિષે ભક્ત એવા સર્વ લેક અને જનપદના લેક પણ પરસ્પર સ્પર્ધા વડે જાણે સંગ્રામને વિષે તૈયાર થાય છે. ત્યાં યુદ્ધ માટે તૈયાર થયેલ કેઈ" પિતાના માણસ વડે નિષેધ કરાય તે તેની ઉપર શત્રુની જેમ તે રાજા ઉપર ભક્તિપ્રધાન એ તે કેપ કરે છે. અનુરાગ વડે પ્રાણથી પણ રાજાનું પ્રિય કરવાને ઈચ્છતા. લેકેના આ પ્રમાણે આરંભને માર્ગમાં જતો તે સુવેગ જૂએ છે. - લેકમાં તે યુદ્ધકથાને સાંભળીને અને જોઈને પર્વતવાસી રાજાએ પણ અદ્વિતીય ભક્તિ બતાવતાં. બાહુબલિરાજાને મળે છે. વાળના શબ્દ વડે ગાની. જેમ પર્વતવાસી રાજાઓના ગેઈંગ (પાવા)ના નાદ વડે . નિકુંજમાંથી હજારે ભલે દેડે છે.
કેટલાક સુભટે વાઘના પૂંછડાની ચામડી વડે, કેટલાક મેરપીંછ વડે, કેટલાક વેલડીઓ વડે વાળને વેગ વડે . બાંધે છે.