Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે હર્ષિત થયેલા રાજાએ વત માટે રજા આપવાથી તપથી કૃશ થયેલી પણ સુંદરી અકૃશ હોય તેમ હર્ષથી ઉવસિત થઈ
સુંદરીની દીક્ષા એ સમયે ભગવાન ઋષભદેવ જગતરૂપી મયૂરોને . આનંદ પમાડવામાં મેઘની જેમ વિચરતા અષ્ટાપદ પર્વત ઉપર આવે છે, તે પર્વત ઉપર દેવે રત્ન-કંચન . અને રૂપામય બીજા પર્વતની જેવા સમવસરણને રચે છે.
ત્યાં દેશના આપતા પ્રભુને જાણીને ગિરિપાલકો જલદી ભરતચક્રીની પાસે આવીને જણાવે છે. તે વખતે સ્વામીના સમાગમનના સમાચાર સાંભળીને રાજા છખંડ ભરતના વિજય કરતાં પણ વધારે હર્ષિત ચિત્તવાળ થાય છે. રાજા પ્રભુના સમાચાર આપનાર સેવકને સાડા બાર ઝેડ સુવર્ણ પારિતોષિકરૂપે આપે છે. “તારા મને રથની સિદ્ધિની મૂર્તિ જેવા જગદ્ગુરુ અહીં આવ્યા છે એમ સુંદરીને કહે છે. તે પછી ભરતેશ્વર દાસીજનની જેવા પોતાના અંતઃપુરની વધૂજનો મારફત તેનો . દીક્ષાભિષેક કરાવે છે. - હવે તે સુંદરી સ્નાન કરી, પવિત્ર વિલેપન કરી દશાસહિત વસ્ત્રો પહેરે છે, તે પછી યથાસ્થાને ઉત્તમ રત્નાલંકારે ધારણ કરે છે, શીલરૂપી અલંકારવાળી તેને આહ્ય અલંકારે ફક્ત આચાર પાળવા માટે જ છે.