Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેવી રીતે રહેલી સુંદરીની આગળ રૂપસંપત્તિ વડે તે સ્ત્રીરત્ન સુભદ્રા પણ દાસી જેવી લાગે છે.
તે વખતે તે શીલસુંદરી સુંદરી જગમ કલ્પવેલીની માફક જે કેઈ જે વસ્તુ માગે તે તેને વિલંબ વિના આપે છે, કપૂરના ચૂર્ણ સરખા વેત વસ્ત્રોવડે શોભતી તે રાજહંસી જેમ કમલિની ઉપર ચઢે તેમ શિબિકામાં ચઢે છે.
• હાથી–ઘોડા–પાયદળ અને રથવડે ઢાંકી દીધી છે ભૂમિ જેણે એવા રાજાવડે મરુદેવીની જેમ તે સુંદરી અનુસરાય છે.
ચામરોવડે વિજાતી, શ્વેત છત્રો વડે શોભતી, વૈતાલિકેના સમૂહોવડે સ્તુતિ કરાતી છે ગાઢ વ્રતગ્રહણની શ્રદ્ધા જેની એવી, ભાભીઓ વડે ગવાતા છે દીક્ષા મહેત્સવના મંગળ જેના એવી, પગલે પગલે ઉત્તમ સ્ત્રીઓ વડે ઉતારાતા છે લવણ જેને એવી, ચાલતા અનેક પૂર્ણ પાત્રો સાથે શેભતી તે સુંદરી સ્વામિના ચરણથી પવિત્રિત એવા અષ્ટાપદપર્વતે પહોંચે છે.
ચંદ્રસહિત પૂર્વાચલની જેવા સ્વામી વડે અધિષ્ઠિત તે ગિરિવરને જોઈને ભરત અને સુંદરી ઘણે હર્ષ પામ્યા.
તે પછી તેઓ સ્વર્ગ અને મોક્ષના પગથિયા હોય તેમ વિશાળ શિલાવાળા તે અષ્ટાપદપર્વત ઉપર ચડ્યા.
તે પછી ભવભ્રમણથી ભય પામેલા પ્રાણીઓને