Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૩૩
શરણરૂપ, ચાર ધારવાળા, સંક્ષિપ્ત જંબુદ્વિીપની જગતી હોય એવા તે સમવસરણ પાસે આવે છે,
હવે તેઓ ઉત્તરદ્વારના માર્ગે વિધિપૂર્વક સમવસરણમાં પ્રવેશ કરે છે. તે પછી તે ભરત અને સુંદરી હર્ષ અને વિનયપૂર્વક ઉધાસ પામતા અને સંકેચ. પામતા દેહવાળા પરમેશ્વરને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. તે પછી તેઓ રત્નમય ભૂતળમાં સંક્રાંત થયેલા જગત્પતિના રૂપને જોવા માટે ઉત્સુક હોય એમ તીર્થકરને પ્રણામ કરે છે, તે પછી ભરત ચક્રવતી ભક્તિથી પવિત્રિત સુંદર વાણુ વડે પ્રથમ ધર્મચકવતીની સ્તુતિ કરવાની શરુઆત કરે છે.
ભરતેશ્વરે કરેલી સ્તુતિ ' હે પ્રભુ! અવાસ્તવિક ગુણોને બેલ લેક અન્ય લેકની સ્તુતિ કરે છે, પરંતુ હું તો તમારા સત્ય ગુણોને કહેવા માટે પણ અસમર્થ છું, તેથી કેવી રીતે સ્તુતિ કરું? તે પણ હે જગન્નાથ! હું તમારી સ્તુતિ કરીશ, કારણ કે દરિદ્ર માણસ શ્રીમંતને પણ શું ભેટશું આપતે નથી? તમારા ચરણકમળને જોવા માત્રથી અન્ય જન્મમાં કરેલાં પાપે પણ ચંદ્રના કિરણ વડે શેફાલી પુષ્પની જેમ ગળી જાય છે. ચિકિત્સા ન કરી શકાય એવા મેહરૂપી સંનિપાતવાળાઓને પણ હે સ્વામી! તમારી પરમશાંતિ કરનારી અમૃતના ઔષધ સરખી વાણું જય પામે છે. હે નાથ! તમારી દષ્ટિએ વર્ષાઋતુમાં વૃષ્ટિની જેમ ચક્ર