Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
-
૩૩૭
જાય છે. પરમેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રણામ કરીને મસ્તકે બે હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરે છે –
હે જિનેશ્વર ! દેથી પણ ન જાણુ શકાય એવા ગુણવાળા તમારી સ્તુતિ કરવા માટે કેણ સમર્થ છે? તે પણ છે સ્વામી ! વિલાસ પામતું બાળક યોગ્ય ચપળપણું જેનું એવા અમે સ્તુતિ કરીશું. '
જેઓ હંમેશાં તમને નમસ્કાર કરે છે તેઓ તપસ્વીજન કરતાં અધિક છે, જે તમારી સેવા કરે છે તેઓ ગીઓ કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે, હે જગતના ભાવોને પ્રકાશ કરવામાં સૂર્યસમાન ! પ્રતિદિન નમસ્કાર કરનારા પુણ્યશાળી આત્માઓને તમારા પગના નખના કિરણે મુકુટરૂપે થાય છે. હે જગતના જીવોને અભય આપનાર ! તમે કોઈનું કાંઈપણ શાંતિથી કે બળથી કાંઈ પણ ગ્રહણ કરતા નથી, તો પણ તમે મૈક્ય ચકવતી છો.
હે પ્રભુ ! સર્વ જળાશયના જળમાં ચંદ્રની જેમ તમે એક હોવા છતાં પણ સર્વ જીવોના ચિત્તમાં સમાન વર્તે છે, હે દેવ ! તમારી સ્તુતિ કરનારા સર્વ વડે
સ્તુતિ કરાય છે, તમને પૂજનાર સર્વ વડે પૂજાય છે, તમને પ્રણામ કરનાર સર્વ વડે પ્રણામ કરાય છે, તમારે વિષે ભક્તિ મહાફળ આપનારી થાય છે.
હે દેવેશ! દુઃખરૂપી દાવાનળથી તપેલાને તમે એક . ૨૨