Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯
હેમંતકળાની ચંદ્રકળાની જેમ નાશ પામેલ છે રૂપ અને લાવણ્ય જેવુ એવી, સુકાઈ ગયા છે પાંદડાં જેના એવા કેળની જેમ ફીક્કા સુકાઈ ગયા છે ગાલ જેના એવી છે.
તેવા પ્રકારના પરાવર્તન પામેલા રૂપવાળી તેને જોઈને કોષ સહિત ભરત ચક્રવતી પેાતાના નિયુક્ત પુરુષાને કહે છે કે ‘શું અમારા ઘરમાં કયારે ય ભાત નથી ? લવણુસમુદ્રમાં શુ' લવણુ નથી ? વિવિધ રસવતીમાં હાંશિયાર રસાઇયાએ શુ' નથી ? અથવા તે શુ આદર વગરના આજીવિક ચાર છે ? દ્રાક્ષ-ખજૂર વગેરે ખાદ્યો પણ શું અહીં નથી ? સુવર્ણગિરિ ઉપર શું સુવણ ન હોય ? ઉદ્યાનમાં તે વૃક્ષે શુ' ફળ વગરનાં છે? નંદનવનમાં પણ શુ વૃક્ષેા ફળતાં નથી ? ઘડા જેવા આવાળી ગાચેાનાં દૂધ પણ શું અહી' નથી ? કામધેનુ પણ શું શુષ્કસ્તન પ્રવાહવાળી થઈ ગઈ? હવે ભાજ્ય આદિ સપત્તિ હાવા છતાં પણ સુંદરી જો કાંઈપણ ખાતી નથી તેા શુ' તે રાગથી પીડિત છે ? જો શરીરની સુંદરતાને હરી લેનાર એને કોઈ રાગ હોય તે શું સર્વે વૈદ્યો ક્ષય (મૃત્યુ) પામ્યા છે? જો અમારા ઘરમાં દિવ્ય ઔષધિએ પ્રાપ્ત થતી ન હોય તે હિમવત પત પણ હમણાં શુ ઔષધિ વગરના છે ?
દરિદ્રની પુત્રીની જેમ અત્ય'તકૃશ એવી એને જોતા હુ દુ:ખી થાઉં છું. તેથી આશ્ચય છે કે શત્રુ જેવા તમારાથી હું ઠગાયેા છેં.