Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૧૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
પૃથ્વીતળમાં અઢાર શ્રેણિપ્રશ્રેણિ વડે વ્યવહાર ધને, લિપિ વડે ઋષભદેવની જેમ તે પ્રવર્તાવે છે. ચારાશી લાખ રથ-ગજ અને ઘેાડાઓ વડે અને છન્નું ક્રોડ ગ્રામ અને સૈનિકા વડે તે શેાભે છે. ખત્રીશ હજાર નગરાને તે સ્વામી છે, નવ્વાણું હજાર દ્રોણુમુખને અને અડતાલીશ હજાર પાટણના તે અધિપતિ છે, ચાવીશ હજાર કટ અને મડંખના તેસ્વામી છે, વીશ હજાર આકર અને સેળ હજાર ખેટ ઉપર તે શાસન કરે છે, ચૌદ હજાર સંબધ અને છપ્પન અંતરદ્વીપા અને ઓગણપચાસ કુરાજ્યેાના તે નાયક છે.
આ પ્રમાણે ભરતક્ષેત્રની અ ંદર રહેલી બીજી વસ્તુક્ષેત્રની અંદર રહેલી બીજી વસ્તુઓને પણ તે શાસક
થયા.
વિનીતાનગરીમાં રહેલા ભરતરાજા અખંડિત અધિપતિપણ કરતા, અભિષેક મહાત્સવને અંતે પોતાના માણસોને યાદ કરવા લાગ્યુંા. તે પછી નિયુક્ત પુરુષા સાઠ હજાર વર્ષ સુધી વિરહવડૅ ઉત્કંઠિત પેાતાના માણસેાને રાજાને અતાવે છે.
સુંદરીને જોઈને ભરતની ચિ'તા અને સુદરીની દીક્ષા
તે પછી તે પેાતાના પુરુષવડે નામગ્રહણ પૂર્વક બતાવાતી માહુબલિની એન સુંદરીને તે ગુણો વડે સુંદર એવા ભરત જુએ છે. તે કેવી છે ?
ગ્રીષ્મ સમયથી આક્રાંત થયેલી નદીની જેમ કૃશતર હિમના સપના વશથી કમિલનીની માફક કરમાયેલી