Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧૭
પવનની જેમ લેકેને સુખ આપતે, દુવિનીત શત્રુઓને શિક્ષા કરતે રાજા ધીમે ધીમે તે વિનીતાનગરમાં પહોંચે છે.
રાજા તે નગરીના સહોદરની જેમ અતિથિભૂત છાવણીને અયોધ્યાની સમીપે સ્થાપે છે. તે પછી તે રાજશિરોમણિ તે રાજધાનીને મનમાં કરીને નિરુપસર્ગના કારણભૂત અઠમતપને કરે છે, અઠમતપને અંતે પૌષધશાળામાંથી નીકળીને બીજા રાજાઓ સાથે દિવ્ય રસવતીથી પારણું કરે છે.
અયોધ્યાનગરીમાં પગલે પગલે દિગંતરમાંથી આવેલી લક્ષમીના કીડા કરવાના હિંચકા સરખાં તોરણ બંધાય છે, નગરજને પ્રત્યેક માગે જિનજન્મમહોત્સવમાં ગંધજળની વૃષ્ટિની જેમ કેસરના પાણીથી છાંટણાં કરે છે, આગળ અનેક થઈને આવેલા નિધાનની જેમ સુવર્ણ-: સ્તંભે વડે મેચો બનાવે છે, એક-બીજાની સન્મુખ રહેલા તે મંચ ઉત્તરકુરુમાં રહેલા પાંચ દ્રહની બન્ને બાજુ દશ-દશ કંચનગિરિની જેમ શોભે છે.
દરેક મંચે રત્નમય તારણે ઇંદ્ર-ધનુષ્યની શ્રેણીને પરાભવ કરતાં હોય એવાં છે. વિમાનમાં ગંધર્વસૈન્યની જેમ, મંચાને વિષે ગાયિકાજન વીણ-મૃદંગ આદિ વગાડનારા લોકો સાથે રહે છે. મંચાને વિષે ચંદરવામાં લટકતી મોતીની ઝાલર લક્ષ્મીના વાસગૃહને વિષે કાંતિના ગુચ્છાથી યુક્ત આકાશની જેમ પ્રકાશે છે.