Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૦૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
પરિવરેલા, બખ્તર ધારણ કરેલા, યુદ્ધ કરવાને ઈચ્છતા વૈતાઢય પર્વત ઉપરથી ઉતરીને ભરતરાજા પાસે આવે છે.
મણિમય વિમાને વડે આકાશને ઘણું સૂર્યમય કરતા હોય તેમ, પ્રજવલિત હથિયાર વડે વીજળીની માળામય કરતા હોય તેમ, પ્રચંડ દુંદુભિના શબ્દ વડે મેઘના શબ્દમય કરતા હોય તેમ વિદ્યાધરના સૈન્યને આકાશમાં ભરત જુએ છે. - તે પછી અરે દંડાર્થિન ! અમારી પાસેથી તું દંડ લેવા ઈચ્છે છે? એ પ્રમાણે બોલતા, વિદ્યા વડે ઉન્મત્ત એવા તે બને ભરતરાજાને યુદ્ધ માટે આહ્વાન કરે છે.
હવે તે ભરતરાજા સૈન્ય સહિત તેઓ સાથે, એકેકની સાથે અને બંનેની સાથે વિવિધ યુદ્ધો વડે યુદ્ધ કરે છે. “કારણ કે જયલક્ષ્મી ખરેખર યુદ્ધ વડે મેળવી શકાય છે.”
આ પ્રમાણે બાર વર્ષ સંગ્રામ કરવા વડે જીતાયેલા એવા તે વિદ્યાધરપતિઓ બે હાથ જોડી, નમસ્કાર કરીને ભરતરાજાને કહે છે —
आइच्चोवरि को तेओ ? वाउस्सोवरि को जवी । मोक्खस्सोवरि किं सोक्ख, को य सूरो तुमोवरि ॥
સૂર્ય કરતાં કણ તેજસ્વી છે? વાયુ કરતાં કે વેગવાળે છે, મોક્ષથી ઉપર કયું સુખ છે? તમારા કરતાં કેણ શૂરવીર છે?