Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૦૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
હાય તેમ મમ્રજળના પ્રવાહને ઝરતા એવા ગંધહસ્તિ વડે, પ્રચ’ડ ચક્રધારાની રેખા વડે પૃથ્વીને સીમંત વડે અલ’કૃત કરતા હાય એવા ઉત્તમ રથ વડે પૃથ્વીતળમાં ફેલાતા અદ્વિતીય પરાક્રમ વડે મનુષ્યમય દેખાડતા હાય એવા ફ્રોડોની સંખ્યાવાળા પાયદળ વડે અનુગમન કરાતા, જાતિવ ́ત હાથીની જેમ ચક્રરત્નને અનુસરતા ચક્રવત જતાં જતાં વૈતાઢચપત પાસે પહોંચે છે.
નમિ-વિનમિ વિદ્યાધરોને જીતવુ
તે પછી નમિ–વિનમિ વિદ્યાધરપતિ તરફ રાજા દંડને માગનારુ અણુ મેાકલે છે. તે વિદ્યાધરપતિએ તે ખાણને જોઈ ને કાપાપથી યુક્ત પરસ્પર આ પ્રમાણે
વિચારે છે.
આજ મૂઠ્ઠીપના આ ભરતક્ષેત્રમાં હમણાં આ ભરત પ્રથમ ચક્રવર્તિ ઉત્પન્ન થયેા છે. તે ૠષભકૂટ પત ઉપર જાતે ચંદ્રષિ’અ સરખા પેાતાના નામને લખીને ત્યાંથી પાછા ફરી અહી આવ્યે છે. હાથીના આરાહકની જેમ આ બૈતાઢચપ તની પાસે નિવાસ કરી તે બહુબળથી ગતિ થયેા છે, તેથી તે જયના અભિમાનવાળા થઈ આપણી પાસેથી પણ દંડ લેવા ઇચ્છતા આ પ્રકટ ખાણુ આપણી ઉપર ફૂં કર્યું છે એમ હું માનુ છું. આ પ્રમાણે તેઓ પરસ્પર કહીને, ઊઠીને યુદ્ધ કરવા માટે પોતાના સૈન્ય વડે પતના શિખરને ઢાંકી દેતા નીકળે છે.