Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે તે યક્ષેાનુ' વચન સાંભળીને અત્યંત્ વ્યાકુળ તે મેઘમુખ દેવા ઈંદ્રજાલિક જેમ ઈંદ્રજાળને સ’હરી લે તેમ ક્ષણવારમાં તે મેઘજાળને સ’હરી લીધી, અને તે પછી તે મેઘમુખ દેવા કરાતા પાસે આવીને કહે છે કે- ‘તમે જઈ ને ભરતરાજાનુ' શરણ સ્વીકારે.’
૩૦૦
તે પછી તેઓનું વચન સાંભળવાથી હતાશ થયેલા તે મ્લેચ્છે, નથી ખીજાનુ શરણુ જેને એવા તે શરણ કરવા લાયક ભરતેશ્વર પાસે શરણ માટે જઈ ને સર્પની ફણામિણ જેવા એક તરફ ઢગલા કરેલા મણિએ, મેરુના અંતઃસાર હેાય એવા સુદર સુવણ ના ઢગ, અન્ધ રત્નના પ્રતિબિ’બ હોય એવા લાખા અશ્વો ભેટણામાં આપે છે, નમસ્કાર કરી, મસ્તકે એ હાથ જોડી તે બીઆના સહેાદર હાય એવા મિષ્ટ વચનથી ગર્ભિત વાણી વડે માટેથી ભરત ચક્રવતિને કહે છે :
विजएस जगन्नाह ! पयं डाखंडविकम ! । आखडला इवासि तु छक्ख डखाणिमंडले ||
હે જગતના નાથ ! હે પ્રચ`ડ અખંડ પરાક્રમવાળા ! તમે વિજય પામે. તમે છ ખંડ પૃથ્વીમંડળને વિષે ઇંદ્ર જેવા છે.
હે રાજન! અમારી ભૂમિના ગઢ સરખા વૈતાઢચ પર્વતની ગુફાના દ્વારને તમારા વિના ઉઘાડવા માટે કાણુ સમ છે ? આકાશમાં જ્યેાતિષચક્રની જેમ પાણી