Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૭૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરીને વૈરીઓનુ નિવારણ કરનારો ભરતરાજા ફરીથી છાવણીમાં આવે છે. તે વખતે તે તત્કાલ કલ્પવૃક્ષની જેમ ગૃહિરત્ન વડે લવાયેલા દિવ્ય ભાજન વડે અઠ્ઠમતપનુ પારણુ` કરે છે.
તે પછી રાજા પ્રભાસદેવના અષ્ટાક્રિકા મહોત્સવને કરે છે, ખરેખર પ્રથમ સામતમાત્રને પણ સત્કાર કરવે તે ઉચિત છે.
તે પછી રાજા પ્રકાશ–દીપકને અનુસરે તેમ ચક્રને અનુસરતા સમુદ્રની દક્ષિણ દિશામાં સિંધુ મહાનદીના કાંઠે પહોંચે છે, તે જ નદીના પ્રવાહમાર્ગે પૂર્વ સન્મુખ જઈને રાજા સિંધુદેવીના શયન સમીપે છાવણી સ્થાપન
કરે છે.
તે સિદેવીને મનમાં કરીને અઠ્ઠમતપ કરે છે, તેથી વાયુથી કપાયમાન થયેલા તર'ગની જેમ સિ દેવીનુ આસન ચલાયમાન થાય છે, તે પછી તે અવિધજ્ઞાન વડે ચક્રવતિને આવેલા જાણીને ઘણા દિવ્ય ભેટણાં વડે તેને સત્કાર કરવા માટે આવે છે, તે પછી આકાશમાં રહેલી તે ‘ જય જય ’ એ પ્રમાણે આશિષપૂર્વક કહે છે કે· તમારી દાસી જેવી થઈને હું' અહી' રહું છું, આદેશ કરો, હું તમારું શું કરુ?' એ પ્રમાણે કહીને તે લક્ષ્મીઢવીના સસ્વની જેમ, નિધાનાની પરપરાની જેમ એક હજાર આઠ (૧૦૦૮) રત્નથી ભરેલા કુંભા તેમ જ કીર્તિ અને જયલક્ષ્મીને સાથે જ પરણવાને ચેાગ્ય એ