Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
માટે શત્રુઓને શૂળી ઉપર ચઢાવવા માટે શૂળને ધારણ કરે છે, કેટલાક શત્રુરૂપી ચકલાઓના સમૂહના પ્રાણ હરનાર બાજ પક્ષીની જેવા લેહશલ્યને હાથમાં સ્થાપન કરે છે, બીજા નભસ્તળમાંથી તારાઓના સમૂહને પાડવા માટે ઇચ્છતા હોય તેમ દઢ હસ્ત વડે મુદ્દેગરેને એકદમ ગ્રહણ કરે છે, બીજા પણ સંગ્રામ કરવાની ઈચ્છા વડે વિવિધ શસ્ત્રોને ધારણ કરે છે, વિષ વિના સર્પ ન હોય. તેમ ત્યાં શસ્ત્ર વિના કોઈ પણ ન હતે.
હવે એક સમયે એક આત્માની જેમ યુદ્ધના રસની લાલસાવાળા તે સર્વ ભરતના સૈન્યને ઉદ્દેશીને દેડે છે.
તે મ્લેચ્છો ઉત્પાત મેઘ જેમ કરાઓને વરસાવે તેમ શસ્ત્રોને વરસાવતા વેગ વડે ભરતને અગ્રસૈન્ય સાથે યુદ્ધ. કરે છે.
તે વખતે જાણે ભૂમિના મધ્યમાંથી, જાણે દિશાઓના મુખમાંથી, જાણે આકાશમાંથી પડતાં હોય તેમ બ્લેચ્છોથી ચારે તરફથી શસ્ત્રો વડે છે. તે વખતે તે કિરાતેનાં બાણથી, દુર્જનનાં વચનોની જેમ ભરતરાજાની સેનામાં કોઈ ન ભેદાયું હોય તેમ ન હતું. ફેરછના. સૈન્ય વડે ખસેડાયેલા ભરતેશ્વરના પુરોગામી અશ્વો સમુદ્રની ભરતીથી નદીમુખના તરંગેની જેમ પાછા ફરે છે, સ્વેચ્છરૂપી સિંહે તીક્ષણ બાણરૂપી નખ વડે હણતે છતે વિરસ શબ્દ કરતા ચક્રવતિના હાથીઓ ત્રાસ પામે છે, સ્વેચ્છના સુભ વડે પ્રચંડ દંડાયુધ વડે તાડન કરાયેલા