Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાક્ષાત્ ય હોય એવા કમલાપીઠ નામના શ્રેષ્ઠ અશ્વ ઉપર ચઢે છે.
તે પછી તે સેનાપતિ લંબાઈમાં પચાસ આંગળ, વિસ્તારમાં સોળ આંગળ, જાડાઈમાં અર્ધ આંગળ, સુવર્ણ રનમય સૂર (ખગમુષ્ટિ)વાળા, છેડી દીધી છે કાંચળી જેણે એવા સર્ષની જેમ મ્યાનમાંથી નીકળેલા, તીણ ધારવાળા, બીજા વજની જેમ અતિદઢ, વિચિત્ર પુષ્કરની પંક્તિ વડે ફુટ વર્ષોથી શોભતા, યમરાજાના પત્રની જેમ શત્રુને ક્ષય કરનારા ખડૂગરત્નને ગ્રહણ કરે છે. તે ખડૂગરત્ન વડે તે સેનાપતિ ઉત્પન્ન થઈ પાંખ જેને એવા નાગરાજની જેમ, બખ્તરધારી સિંહની જેમ થ.
તે પછી સેનાપતિ આકાશમાં વીજળીના દંડની જેમ તલવારને ભમાવતો યુદ્ધમાં કુશળ શ્રેષ્ઠ અશ્વને પ્રેરણું કરે છે, જલકાંતામણિ જેમ પાને ફાડી નાંખે તેમ શત્રુના સૈન્યને ફાડી નાખતે એ તે, તે અશ્વ સાથે સમરાંગણમાં પ્રવેશ કરે છે.
તે પછી સુષેણ સેનાપતિ વડે હણાતા કેટલાક શત્રુઓ હરણની જેમ ત્રાસ પામે છે, કેટલાક સસલાની જેમ પડી જઈને નેત્રો મીંચીને રહે છે, બીજા ખેદ પામેલા, રુંધાઈ ગયેલ છાતીવાળાની જેમ ઊભા રહે છે. બીજા વાંદરાઓની જેમ વિષમ સ્થાનમાં ચઢી જાય છે.
કેટલાકનાં શો વૃક્ષના પાંદડાની જેમ પડે છે, કેટલાકનાં છત્રો કીર્તાિની જેમ પડે છે, કેટલાકના ઘોડા