Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હવે સુવર્ણના અખ્તર-પરશુ-અને ભાલાનાં કિરણા વડે આકાશમાં રહેલા સહસ્રરશ્મિને (સૂર્ય ને) ક્રોડ કિરણવાળા કરતા, પ્રચંડ દંડ-ધનુષ્ય અને મુદ્ગર વડે આકાશને દાંતવાળું કરતા, ધ્વજમાં રહેલા વાઘ-સિ’હું અને સ સપ્ વડે ત્રાસ પમાડયો છે ખેચરીઓના સમૂહને જેણે એવા, મહાગજઘટારૂપ મેઘ વડે અંધકારમય કરેલ છે દિશાનુ મુખ જેણે એવા, યમના મુખની સાથે સ્પર્ધા કરનાર રથના અગ્રભાગમાં રહેલા મગરના મુખવાળા, અશ્વોની ખરીઓના આઘાત વડે પૃથ્વીને ચીરી નાંખતા હોય એવા, ભયંકર જયવાજિત્રાના અવાજ વડે આકાશને ફાડી નાંખતા હાય એવા, અગ્રગામી મ`ગલગ્રહ વડે સૂર્યની જેમ ચક્ર વડે ભયંકર એવા તે ભરતને આવતા જોઈને તે જિલ્લા અત્યંત કાપાયમાન થાય છે.
૨૯૦
ઉત્તરભરતમાં ભલ્લા ઉપર વિજય
તે કરાતા ક્રૂર ગ્રહની મૈત્રીને વિડ ંબના કરનારા, પરસ્પર મળીને પૃથ્વીનેા સંહાર કરવા ઇચ્છતા હાય તેમ ક્રોધસહિત ખેલે છે ઃ—
મૂખ પુરુષની જેમ લક્ષ્મી-લજ્જા–ધીરજ અને કીતિથી રહિત, ખાળકની જેમ મંદ બુદ્ધિવાળા અપ્રાથિત (મૃત્યુ)ની પ્રાર્થના કરનાર આ કાણુ છે ? જેના પુણ્યરૂપી ચતુર્દશી ક્ષીણ થઈ છે એવા, હીન લક્ષણવાળા, હરિણ જેમ સિ'હની ગુફામાં જાય તેમ આપણા દેશમાં તે આવે છે. તેથી મહાવાયુ જેમ મેઘને દૂર કરે તેમ