Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર પશ્ચિમભીતના મધ્ય વડે જઈને સિંધુ નદી સાથે સંગમ પામે છે.
તે નદીઓ ઉપર વકિરત્ન વૈતાઢય-નિરિકુમારની એકાંતશય્યા જેવી દોષરહિત લાંબી પાગ (= માર્ગ–પૂલ) બાંધે છે. તે પણ ક્ષણવારમાં થાય છે. ચક્રવર્તિના વર્ધક (સુતાર) રૂપ ગેહાકારકલ્પવૃક્ષથી ખરેખર ઘર આદિ નિર્માણ કરવામાં કાલક્ષેપ થતો નથી.
સારી રીતે જોડાયેલા સાંધાવાળા ઘણા પાષાણ વડે કરાયેલી તે પાગ તેટલા મોટા પ્રમાણવાળા એક પત્થરથી ઘડી હોય એવી લાગે છે. હાથની જેમ સરખા તળવાળી, વજની જેમ મજબૂત, તે પગ ગુફાના દ્વારના કમાડ વડે બનાવી હોય તેવી દેખાય છે. જ સેના સહિત ચક્રવર્તિ સુખપૂર્વક દુસ્તર એવી પણ તે નદીએ ઉતરે છે.
અનુક્રમે રાજા સેના સાથે જતો ઉત્તર દિશાના મુખ જેવા ગુફાના ઉત્તર દ્વારે પહોંચે છે.
તે ગુફાના કમાડે દક્ષિણધારના કમાડેના આઘાતના અવાજને સાંભળીને જાણે ભય પામ્યા હોય તેમ ક્ષણવારમાં પોતાની જાતે જ ઉઘડે છે.
તે વખતે ઉઘડતા તે કમાડે “સરસર એ પ્રમાણે શબ્દ વડે ચક્રવતિના સૈન્યને ગમનની પ્રેરણા કરતા હોય એવા જણાય છે.
ગુફાની પડખેની ભીંત સાથે તે કમાડે તેવી રીતે