Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૭૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
એ પ્રમાણે કહીને કેશાધિપતિની જેમ મહામૂલ્ય રને, રત્નાલંકારે, દેવદૂષ્ય વસ્ત્રો, તેમ જ પ્રતાપસંપત્તિના કીડાઘર સરખાં ઘણાં કલ્યાણકારક ભદ્રાસને આપે છે.
રાજા તેનું તે સર્વ ગ્રહણ કરે છે. “સેવકના અનુગ્રહ માટે આસક્તિ વગરના એવા પણ સ્વામી ઉપહારને ગ્રહણ કરે છે.”
હવે રાજા તેની સાથે વાતચીત કરીને તેને આદરપૂર્વક વિસર્જન કરે છે. “મહાપુરુષે આશ્રય કરનાર સામાન્યજનને પણ અનાદર કરતા નથી. તે પછી પૃથ્વી પતિ અઠમતપનું પારણું તેમ જ વૈતાઢયગિરિદેવના અષ્ટબ્રિકા. મહોત્સવ કરે છે.
તે પછી ચકરત્ન તમિસા ગુફાને ઉદ્દેશીને ચાલે છે, રાજા પણ પદાવેષક (= પગી)ની જેમ તેની પાછળ ચાલે છે, અનુક્રમે તમિસ્ત્રાગુફાની પાસે આવીને રાજા પર્વતની નીચે ઉતરેલા વિદ્યાધરના નગરોની જેવા ના. પડાવને સ્થાપન કરે છે.
કૃતમાલદેવને અધિકાર હવે રાજા કૃતમાલ દેવને મનમાં કરીને અઠમ તપ કરે છે, અને તે દેવનું આસન ચલાયમાન થાય છે. તે અવધિજ્ઞાનથી ચકવતિને આવેલા જાણીને લાંબાકાળે આવેલા ગુરુની જેમ તે અતિથિને સત્કાર કરવા માટે આવે છે. “હે સ્વામી ! આ તમિત્રાગુફાના દ્વારને વિષે. તમારા દ્વારપાળની જે હું છું એ પ્રમાણે બોલતે