Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯ મહીપતિની સેવા સ્વીકારીને તે, સ્ત્રીરત્નને ઉચિત શ્રેષ્ઠ ચૌદ તિલક અને દિવ્ય આભરણેને સમૂહ આપે છે, રાજા તે સર્વ ગ્રહણ કરે છે. “કૃતાર્થ એવા પણ રાજા દિગવિજયની લક્ષ્મીને ચિહ્નરૂપ દિગદંડને ત્યાગ કરતા
નથી.”
અત્યંત પ્રસન્નતાપૂર્વક રાજાએ તેને બેલાવીને અધ્યયનને અંતે ઉપાધ્યાય જેમ શિષ્યને વિસર્જન કરે તેમ તેને વિસર્જન કરે છે. .
જુદા થયેલા પિતાના અંશ હોય એવા, ભૂમિ ઉપર સ્થાપન કર્યા છે પાત્ર જેણે એવા ભેજન કરતા રાજાઓ સાથે તે પારણું કરે છે. તે પછી તે કૃતમાલદેવને અષ્ટાહ્નિકા મહોત્સવ કરે છે. “નમસ્કાર વડે વશ કરાયેલ સ્વામી શું કરતા નથી ?” સિંધુ નદીના સામે કાંઠે રહેલા પ્લે ઉપર વિજય
અન્યદા પૃથ્વી પતિ સુષેણ નામના સેનાપતિને બેલાવીને, ઇંદ્ર જેમ હરિગમેષિ દેવને આદેશ કરે, તેમ આદેશ કરે છે. તું ચર્મરત્ન વડે સિંધુ નદીને ઉતરીને સિંધુ-સમુદ્ર અને વૈતાઢયની સીમાને ધારણ કરનારા દક્ષિણ સિંધુ નિકૂટને સાધ, ત્યાં પ્લેછોને બેરડીના વનની પેઠે આયુધરૂપી લાકડીઓ વડે તાડન કરીને આશ્ચર્યકારી ચર્મરત્નના સર્વસ્વ ફળને ગ્રહણ કર.
તે પછી તે સેનાધિપતિ જાણે ત્યાં જ ઉત્પન્ન થયે હોય તેમ જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલ ઊંચા અને