Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૨૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
તિર્યચ-મનુષ્ય અને દેવે કેટલાક પ્રવેશ કરતા અને કેટલાક નીકળતા હોય છે.
ઈંકે કરેલી ઋષભજિનની સ્તુતિ अह सोहम्मकप्पिदा, नमंसित्ता कयंजली। रोमचिओ जगन्नाह, इअ थोउं पयट्टइ ॥
હવે સૌધર્મકલ્પને ઇંદ્ર, નમસ્કાર કરી બે હાથ જોડી રોમાંચિત થયેલ તે, જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરે છે –
હે સ્વામી! બુદ્ધિહીન એવો હું ક્યાં? અને ગુણના પર્વત એવા તમે ક્યાં? તો પણ તમારી ભક્તિ વડે વાચાલ કરાયેલો હું તમારી સ્તુતિ કરીશ.
અનંત દર્શન-જ્ઞાન–વીય અને આનંદરૂ૫ રને. વડે રત્નાકર જેવા હે જગત્પતિ! આ લોકમાં તમે એક જ વિરાજે છે. હે દેવ! આ ભરતક્ષેત્રમાં લાંબાકાળથી સર્વથા નષ્ટ થયેલ ધર્મની ઉત્પત્તિ માટે વૃક્ષના અદ્વિતીય બીજ જેવા તમે જ છે. ત્યાં દેવલેકમાં રહેલા અનુત્તર દેવોના સંદેહને તમે અહિં રહ્યા છતાં છેદે છે-દૂર કરે છો. તમારા પ્રભાવની કઈ મર્યાદા નથી. મહાકદ્ધિ અને કાંતિથી પ્રકાશતા સર્વ દેવોને દેવકની ભૂમિમાં જે નિવાસ છે, તે તમારી ભક્તિના અંશનું જ ફળ છે.
હે દેવ! તમારી ભક્તિથી વિહીન જીના મોટા