Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૩૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
રચાયેલા આ સમવસરણને આગળ જુએ. પિતાના ચરણકમળની સેવારૂપ મહોત્સવના કારણે આવેલા દેવેને આ જય જય શબ્દનો ઘોંઘાટ સંભળાય છે. હે માતા ! પ્રભુના શૈતાલિકની જેમ ગંભીર અને મધુર ધ્વનિને કરતી આ દિવ્ય દુંદુભિ હૃદયમાં આનંદ ઉત્પન્ન કરે છે. સ્વામીના ચરણકમળને વાંચવા માટે આવેલા દેવનાં વિમાનમાંથી ઉત્પન થયેલ આ ઘુઘરીઓને અવાજ કર્ણચર થાય છે. પ્રભુના દર્શનથી હર્ષ પામેલા દેવસમુદાયને મેઘની ગર્જના જેવો સિંહનાદ આકાશમાં સંભળાય છે. ગંધના ગ્રામ-રાગથી પવિત્ર થયેલી આ ગીતિ સ્વામીની દેશનાની. દાસીની જેમ અમારા હર્ષને આજે પુષ્ટ કરે છે.
મરુદેવીને મેક્ષ તે પછી આ પ્રમાણે સાંભળતા મરુદેવીને હર્ષના આંસુના જળપ્રવાહ વડે નેત્રોના પંકના જેવી નીલિકા (છારી) ઓગળી ગઈ (= દૂર થઈ તે પુત્રની અતિશયથી યુક્ત એવી તીર્થંકરપણાની લક્ષ્મીને જુએ છે. જોઈને તેના દર્શનથી ઉત્પન્ન થયે છે આનંદ જેને એવા તે તન્મયપણાને પામ્યા, તે જ ક્ષણે અપૂર્વકરણના કમ વડે ક્ષપકશ્રેણી ઉપર ચઢીને કર્મોનો એકી સાથે ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. હાથીને સ્કંધ ઉપર ચઢેલા મરુદેવા સ્વામિની અંતકૃતકેવલીપણે શિવ-અચલ-અજ–અનંતઅક્ષય-અવ્યાબાધ સિદ્ધિગતિ નામના સ્થાનને પામે છે, આ અવસર્પિણમાં આ મરુદેવા પ્રથમ સિદ્ધ થયા, તેથી