Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૩૧
શ્રી ઋષભનાથ ચરિત્ર દેવે તેમના દેહને સત્કાર કરીને ક્ષીરસમુદ્રમાં નાંખે છે. ત્યારથી માંડીને લોકમાં મૃતકનું પૂજન પ્રવત્યું. “મેટા જે કરે છે, તે આચરણા માટે સમર્થ થાય છે.”
તે પછી તેમની મોક્ષપ્રાપ્તિને જાણીને ભરતરાજા વાદળની છાયાવાળા સૂર્યના તાપ વડે શરસ્કાળની જેમ હર્ષ અને શેક વડે એકી સાથે વ્યાપ્ત થાય છે. તે પછી, તે પરિવાર સહિત પગે ચાલતો, રાજચિહ્નોને ત્યાગ કરી, ઉત્તર દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કરે છે, તે વખતે ભરતરાજાએ ચાર દેવનિકાયથી પરિવરેલા, નેત્રરૂપી ચકોરને આનંદ પમાડવામાં ચંદ્ર જેવા સ્વામીને જોયા. ત્રણ વાર પ્રદક્ષિણા કરીને ભગવંતને પ્રણામ કરીને મસ્તકે બે હાથ જોડી ભરતચકી આ પ્રમાણે સ્તુતિ કરે છે.
ભરતરાજાએ કરેલી જિનસ્તુતિ जयाहिलजगन्नाह ! जय विस्साऽभयप्पय ! । जय पढमतित्थेस ! जय ससारतारण ! ॥
હે સમસ્ત જગતના નાથ ! તમે જય પામે, હે વિશ્વને અભય આપનાર ! તમે જય પામે, હે પ્રથમ તીર્થપતિ ! તમે જય પામો, હે સંસારને તારનારા ! તમે જ્ય પામો.
આજે અવસર્પિણીને લેકરૂપી પવાકરને વિકસિત કરવામાં સૂર્ય સમાન ! હે પ્રભુ ! તમને જોવાથી મારે મેહ નાશ પામવાથી આજે મારે પ્રભાત થયું. હે કરૂણાના