Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
ર૭ર
શ્રી ઋષભનાથ ચરિત્ર પર્વતે વડે પડતા વજીના ભ્રમ વડે, સર્પો વડે ગરૂડના ભ્રમ વડે, સમુદ્ર વડે બીજા વડવાનળના ભ્રમ વડે જેવાતું તે બાણ આકાશને પ્રકાશિત કરતું, બાર જિન જઈને વરદામપતિની પર્ષદામાં ઉલ્કાપાતની. જેમ પડયું.
તે વખતે તે વરદામપતિ, શત્રુએ મેકલેલ ઘાત કરનારા પુરુષની જેમ આગળ પડેલા તે બાણને જોઈને કેપ કરે છે, ઉછળતા સાગરની જેમ ઉબ્રાન્ત ભ્રકુટીના તરંગવાળે વરદામપતિ પ્રચંડ વાણી બોલે છે :
આજે સૂતેલા સિંહને પગ વડે સ્પર્શ કરીને કોણે જગાડ્યો ? યમરાજાએ આજે પત્ર વાંચવા માટે કેના ઉપર મોકલ્યો? તેને આ જ બાણ વડે હું મારું, એ. પ્રમાણે વરદામરાજા ઊભા થઈને હાથ વડે તે બાણને ગ્રહણ કરે છે. તે પછી માગધપતિની જેમ તે વરદામપતિ ચકવર્તાિના બાણ ઉપર તે અક્ષરે જુવે છે, સર્પ જેમ નાગદમણુને જોઈને શાંત થાય, તેમ તે અક્ષરો જોઈને વરદામપતિ પણ એકદમ ઉપશાંત થાય છે, અને આ પ્રમાણે કહે છે – કૃષ્ણપને લાત મારવા તૈયાર થયેલા દેડકાની જેમ, હાથીને સીંગડા વડે પ્રહાર કરવા ઇચ્છતા બળદની જેમ, દાંત વડે પર્વતને પાડી નાંખવા ઈચ્છતા. હાથીની જેમ મંદબુદ્ધિવાળો હું ચક્રવતિ સાથે યુદ્ધ કરવાને ઇચ્છું છું. ભલે, હજુ કાંઈ પણ વિનાશ પામ્યું નથી એ પ્રમાણે બોલતો તે દિવ્ય ભેટણાં લેવા માટે પિતાના માણસને આદેશ કરે છે.