Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચાલે છે. તે પછી દડરત્નને ધારણ કરનાર સુષેણ નામે સેનાપતિરત્ન અશ્વરત્ન ઉપર ચઢીને ચક્રની જેમ ચાલે છે. સમસ્ત શાંતિકવિધિમાં મૂર્તિમંત શાંતિમ`ત્ર હાય એવા પુરાહિતરત્ન ભરતરાજા સાથે ચાલે છે. સૈન્યમાં દરેક નિવાસે દિવ્ય ભાજન સપાદન કરવામાં સમર્થ ગ્રહપતિરત્ન જગમ દાનશાળાની જેમ જાય છે. સ્કંધાવાર (= છાવણી) આ િક સત્વર નિર્માણ કરવા માટે વિશ્વકર્મોની જેમ સમ વકરત્ન ( સુતાર) રાજાની સાથે ચાલે છે. ચક્રવર્તિની આખી છાવણી પ્રમાણુ વિસ્તાર પામવાની શક્તિવાળા અહદ્ભુત ચર્મરત્ન અને છત્રરત્ન નીકળે છે. અંધકારને દૂર કરવા માટે સમર્થ, કાંતિ વડે સૂર્ય-ચંદ્ર સરખા મણિરત્ન અને કાકિણીરત્ન એ અને રાજાની સાથે ચાલે છે,
૨૫૯
તે પછી સેનાના સમૂહ વડે પિરવરેલા ચક્રવતિ ભરતેશ્વર, પ્રતિહારી જેમ પાછળ ચાલે તેમ ચક્રની પાછળ મામાં જાય છે. તે વખતે ચૈાતિષીઆની જેવા અનુકૂળ પવન વડે અને અનુકૂળ શકુના વડે પણ તેને સ તરફથી દિગ્વિજય સૂચવાયે.
ખેડૂત જેમ હળ વડે પૃથ્વીને સરખી કરે, તેમ સૈન્યની આગળ જતે સુષેણુ સેનાપતિ ડરત્ન વડે વિષમ માને સરખા કરે છે. સૈન્યથી ઊડેલી રજ વડે મેઘ જેવું કરાયેલુ. આકાશ, રથમાં રહેલી ધ્વજાએ વડે અગલીઓ સહિત હાય એવુ' લાગે છે, જેના છેડો દેખાતા