Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૬૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે સુર–અસુર અને રાજાઓ વડે પૂજાયેલા શ્રી ઇષભસ્વામીને પુત્ર આ ભરત ચક્રવતિ તમોને પ્રત્યક્ષ આદેશ કરે છે.
આ પ્રમાણે મંત્રી અક્ષરે જઈને અવધિજ્ઞાન વડે તેને જાણીને સ્વામીને બાણ દેખાડતો મોટેથી આ પ્રમાણે બેલે છે –
અરે સર્વ રાજલેકે ! અવિચારી કાર્ય કરનારા, હિતબુદ્ધિથી સ્વામીના અહિતને કરનારા, પિતાને ભક્ત માનનારા તમને ધિક્કાર થાઓ. આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર શ્રી કષભસ્વામીના પુત્ર આ ભરત પ્રથમ ચકવતી છે, તે આ દંડ માગે છે, ઇંદ્રની જેમ પ્રચંડ શાસનવાળો તે તમારી ઉપર પોતાનું શાસન ધારણ કરાવવા ઇચ્છે છે, કદાચ સમુદ્ર શેષાઈ જાય, મેરુપર્વત પણ ઉપાડી શકાય, યમરાજાને પણ હણી શકાય, વજાને પણું દળી નંખાય, વડવાનળને પણ બુઝાવી દેખાય, તે પણ પૃથ્વીતળમાં ચકવતિને જીતી શકાય નહિ.
તેથી હે બુદ્ધિશાળી ! દેવ! મંદ બુદ્ધિવાળા આ લેકને નિવારે, દંડ તૈયાર કરે અને ચક્રવતિને પ્રણામ
કરે.
તે પછી તે માગધપતિ મંત્રીના તે વચનને સાંભળીને અને તે અક્ષરોને જોઈને ગંધહસ્તિની ગંધને સુંઘીને અન્ય હાથી જેમ શાંત થાય તેમ ઉપશાંત થાય છે.
તે પછી તે ઉપહાર અને તે બાણને ગ્રહણ કરીને