Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૬૫
ધારણ કરે છે. ધનુષ્યમંડળના મધ્યમાં રહે તે મધ્યમ પૃથ્વી પતિ મંડળની અંદર વર્તતા સૂર્યની જેમ ભયંકર લાગે છે. તે વખતે “મને સ્થાનથી ચલાયમાન કરશે અથવા મારે નિગ્રહ કરશે એ પ્રમાણે જાણે ચિંતાતુર થયે હોય એમ લવણસમુદ્ર ક્ષેભ પાપે. - હવે રાજા નાગકુમાર-અસુરકુમાર અને સુવર્ણકુમાર આદિ દેવે વડે બાહ્ય-મધ્ય-મુખ અને પુખભાગને વિષે સર્વદા અધિષ્ઠિત, શિક્ષા આપવામાં ભયંકર આજ્ઞા કરનાર દૂતની જેવા મહાબાણને માગધતીર્થના સ્વામી તરફ વિસર્જન કરે છે. પ્રચંડ પાંખના સૂત્કાર શબ્દથી વાચાલિત કરેલ છે ગગનાંગણને જેણે, એવું તે બાણ ગરુડની માફક તત્કાલ નીકળે છે. તે વખતે રાજાના ધનુષ્યમાંથી નીકળતું તે બાણ મેઘમાંથી વીજળીના દંડની જેમ, આકાશમાંથી ઉલકાપાતની જેમ, અગ્નિના તણખાની જેમ, તાપસમાંથી તે જલેશ્યાની જેમ, સૂર્યકાંત મણિમાંથી અગ્નિની જેમ, ઇંદ્રના હાથમાંથી વજની જેમ શોભે છે.
તે બાણ ક્ષણવારમાં બાર એજન ઉલ્લંઘન કરીને માગધપતિની સભામાં હૃદયમાં શલ્યની જેમ પડે છે. તે વખતે અકસ્માત તે બાણ પડવાથી માગધતીર્થને અધિપતિ દંડના પ્રહાર વડે નાગની જેમ અત્યંત કપાયમાન થાય છે. - ભયંકર ધનુષ્યની જેમ ભ્રકુટીના યુગલને વક્ર કરતે, સળગેલા અગ્નિકણની જેમ લાલાળ નેત્રોને ધારણ કરતે,