Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અહીં અનેક નિરૂપી ભયંકર આવર્તેથી વ્યાપ્ત એવા સંસારસમુદ્રમાં ભ્રમણ કરતાં મનુષ્યોને મહારત્નની જેમ ઉત્તમ મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે. દેહદ વડે. વૃક્ષની જેમ પ્રાણીઓને મનુષ્યપણું પણ પરલોકની સાધના વડે જ નિશ્ચ સફળ થાય છે.
વાવાય-મેર–મદા, પરિણામેડાWIT.. सढवाया इवाचत विसया वीस-पंचगा ॥
શરૂઆતમાં માત્ર મધુરા, પરિણામે અતિભયંકર લુચ્ચા માણસની વાણીની જેમ અત્યંત જગતને ઠગનારા વિષયે છે.
સંસારની અંદર વર્તનારા સર્વ પદાર્થોના સંગ. ઊંચે ચઢવું તે જેમ પડવાના અંતવાળું છે તેમ, વિશેગના અંતવાળા છે. આ સંસારમાં પ્રાણીઓનું આયુષ્ય અને યૌવન એકબીજાની સ્પર્ધા વડે જલ્દી ગમન કરનારા છે, આ સંસારની ચારે ય ગતિઓમાં મારવાડમાં જવાની જેમ ક્યારેય સુખનો લેશ પણ નથી, તે આ પ્રમાણે
ક્ષેત્રના દેષથી, પરમાધામી દેવા વડે અને પરસ્પર સંલેશ પામનારા નારકીના જીવને ક્યાંથી સુખ હોય? શીત-વાત-આતપ-અને જળ વડે, વધ–બંધન અને ક્ષુધા આદિ વડે વિવિધ પ્રકારે પીડા પામનારા તિયાને પણ શું સુખ છે? ગર્ભવાસ–જન્મ-વ્યાધિ-જરા-દારિદ્ર અને મૃત્યુથી ઉત્પન્ન થયેલ દુઃખોથી વ્યાપ્ત મનુષ્યને.