Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર ,
૨૪૯
આ પ્રમાણે ભગવંતની આવા પ્રકારની દેશના સાંભળીને ભરત મહારાજાના પુત્ર ગષભસેન કે જેમનું બીજું નામ પુંડરીક છે, તે ઊભા થઈને ૩ષભ જિનેશ્વરને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરે છે :
2ષભસેન આદિની દીક્ષા હે સ્વામી ! આ કષાયરૂપી દાવાનળથી ભયંકર એવા આ સંસારરૂપી અરણ્યમાં નવા મેઘની જેમ શ્રેષ્ઠ તસ્વામૃતની આપે વૃષ્ટિ કરી. હે જગત્પતિ ! સમુદ્રમાં બૂડતાં પ્રાણુઓ જેમ પ્રવાહણને, તરસ્યા થયેલા જેમ પરબને, શીતથી પીડા પામેલા જેમ અગ્નિને, તડકાથી દુઃખી થયેલા જેમ વૃક્ષને, અંધકારમાં મગ્ન થયેલા જેમ દીપકને, નિર્ધન માણસે જેમ નિધાનને, વિષથી પીડા પામેલા જેમ અમૃતને, રોગથી વ્યાપ્ત થયેલા જેમ ઔષધને, પરાક્રમી શત્રુઓના સમુદાયથી પરાભવ પામેલા જેમ કિલ્લાને પામે, તેમ સંસારથી ભય પામેલા એવા અમે તમને પ્રાપ્ત કર્યા છે. હે દયાનિધિ ! અમારી રક્ષા કરો. ભવભ્રમણના કારણભૂત માત-પિતા, ભ્રાતા, ભત્રીજા અને બીજા બંધુઓ વડે દુર્જનની જેમ સયું. હે જગત્શરણ્ય ! સંસારસમુદ્રના તારક ! મેં તમને જ શરણ તરીકે સ્વીકાર્યા છે. તમે પ્રસન્ન થાઓ અને મને દીક્ષા આપો. એ પ્રમાણે કહીને ભરતરાજાના ચારસે નવાણું પુત્રો અને સાત પૌત્રો સાથે દીક્ષા લે છે. ભરતને પુત્ર મરીચિ પણ સુર–અસુરો વડે કરાતા સ્વામીના કેવલજ્ઞાનના મહિમાને જોઈને વ્રત ગ્રહણ કરે છે.'