Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૩૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ક્ષીરસમુદ્ર ! હે નાથ ! જે તમારા શાસનરૂપી મહારથમાં ચઢે છે, તેઓને લોકાગ્રપદ–મેલ દૂર નથી.
હે દેવ! જ્યાં નિષ્કારણ જગબંધુ એવા તમે પ્રત્યક્ષ દેખાઓ છે, તેથી લોકાગ્રસ્થાન (મોક્ષ) કરતાં પણ અમે સંસારને પ્રધાન માનીએ છીએ.
હે નાથ ! ભવ્ય પ્રાણીઓના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં તકચૂર્ણ સરખી તમારી વાણી જય પામો, હે સ્વામી ! આપના દર્શનથી મહાઆનંદરસને ઝરતા નેત્રવાળા લેક વડે સંસારમાં પણ મોક્ષસુખનો આસ્વાદ અનુભવાય છે.
હે પ્રભુ! રાગ-દ્વેષ–કષાય વગેરે શત્રુઓ વડે રુંધાચેલું આ જગતુ અભયદાનરૂપી દાનથી શોભતા તમારા વડે કર્મબંધનથી છોડાવાય છે, હે નાથ ! વિવિધ પ્રકારના અવસ્કંદ (= છાપો મારે), સંગ્રામથી હણું છે ગામની ભૂમિ જેણે એવા આ રાજાએ મિત્રપણું પામીને આ તમારી પર્ષદામાં ઊભા છે. તમારી પર્ષદામાં આવેલ આ હાથી સુંઢ વડે સિંહના હાથને ખેંચીને ગંડસ્થળને વારંવાર ખણે છે. આ તરફ આ મહિષ (પાડે) મહિષની જેમ વારંવાર સ્નેહથી જીભ વડે હષારવ કરતા અશ્વને પ્રમાજે છે. આ બાજુ આ હરણ, કીડાથી ચપળ પૂંછડાવાળ, ઊંચા કાનવાળો, ઉન્નત મુખવાળે નાક વડે વાઘના મુખને સુંઘે છે. આ યુવાન બિલાડો અને પડખે આગળ પાછળ ગમન કરતા મૂષક (ઉંદર)ને પિતાના બાળકની