Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
રાકે
કે, “હે દેવ ! હમણાં આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું છે.”
આ પ્રમાણે સાંભળીને રાજા “આ તરફ ઉત્પન્ન થયું છે કેવલજ્ઞાન જેને એવા પિતા છે, અને આ તરફ ચકરત્ન ઉત્પન્ન થયું છે, પ્રથમ હું કોની પૂજા કરું ?” એ પ્રમાણે ક્ષણવાર વિચારે છે. તે પછી “સર્વ જીવને અભય આપનાર પિતા ક્યાં ? અને જીવોનો ઘાત કરનાર ચક્ર ક્યાં ? ” એ પ્રમાણે વિચારીને સ્વામીની પૂજા માટે તે પિતાના માણસોને આદેશ કરે છે. મરૂદેવા સાથે ભારતનું સ્વામીના વંદન માટે આગમન
હવે ભરત તેઓને યથેચિત પુષ્કળ ઈનામ આપીને તેઓને વિસર્જન કરીને મરુદેવીને કહે છે કે – “હે દેવી ! તમે હંમેશાં કરુણ અક્ષરે આ કહેતાં હતાં કે –
જે મારે પુત્ર એકલે ભિક્ષાના આહારવાળો દુઃખભાજન છે” હવે ત્રણેય લેકના સ્વામીપણાને ભેગવનારા તે પિતાના પુત્રની સમૃદ્ધિ જુઓ.” એ પ્રમાણે કહીને તે મરુદેવીને ઉત્તમ હાથી ઉપર બેસાડે છે. તે પછી મૂર્તિમંત લક્ષ્મીવાળા સુવર્ણ–વા અને માણિક્યનાં ભૂષણોથી વિભૂષિત એવા અશ્વ-હાથી, પાયદળ અને રથો સાથે તે ચાલે છે. ભૂષણની કાંતિના સમૂહથી કર્યું છે જંગમ તોરણ જેણે એવાં સૈન્ય સાથે ચાલતે ભરત રાજા દૂરથી રત્નમય દવજને આગળ જુએ છે.
હવે ભરત મરુદેવાને કહે છે કે હે દેવી ! દેવે વડે