Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૨૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
હે દેવી! સ્થિરતાના પર્વત સરખા, વજ સરખા પરાક્રમવાળા, મહાસત્ત્વશિરોમણિ એવા પિતાની માતા થઈને આ પ્રમાણે કેમ ખેદ કરો છો ? પિતા એકદમ સંસારસમુદ્રને તરવા માટે તૈયાર થયેલા, કઠે બાંધેલ શિલા સરખા આપણે આ સ્થાનમાં પ્રભુએ ત્યાગ કર્યો.
વનમાં વિચરતા પ્રભુના પ્રભાવથી શિકારી પશુઓ પણ પથ્થરથી ઘડેલાની જેમ ઉપદ્રવ કરવા માટે સમર્થ
નથી.
સુધા-પિપાસા આદિ જે દુસ્સહ પરિષહે છે, તે પણ કર્મરૂપી શત્રુનો નાશ કરવામાં ખરેખર પિતાને સહાય કરનારા જ છે. મારા વચનમાં તમને વિશ્વાસ નથી તે પિતાના જલ્દી થનારા કેવલજ્ઞાનના મહોત્સવની વાતથી તમને વિશ્વાસ થશે.” ભરતરાજાની આગળ સ્વામીના કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને ચકરત્નની ઉત્પત્તિનું એકી સાથે નિવેદન
આ વખતે દ્વારપાલ વડે જણાવાયેલા યમક અને શમક નામના બે પુરુષે રાજાની આગળ આવ્યા. તેમાંને. યમક પ્રણામ કરીને ભરતરાજાને નિવેદન કરે છે કે “હે દેવ ! પુરિમતાલનગરમાં શકટમુખ ઉદ્યાનમાં પૂજ્ય શ્રી યુગાદિનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ કલ્યાણવાર્તા વડે આજે પુણ્યદય વડે તમે વૃદ્ધિ પામે.”
શમક પણ નમસ્કાર કરીને ઉચ્ચ સ્વરે જણાવે છે.