Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૦૯
તે મારા વડે ત્યાં જ સ્થાપન કરાયા તેથી તે સૂર્ય અત્યંત પ્રકાશ્ય, અહિં એ ભગવંત સૂર્ય, હજાર કિરણ તે કેવલજ્ઞાન, ભ્રષ્ટ થતું તે આજે મારા વડે પારણા વડે જોડાયું. તેથી એ સ્વામી દીપ્તિવાળા થયા.
આ પ્રમાણે સાંભળીને તે સર્વે શ્રેયાંસને “સારું, સારું એમ કહેતાં હર્ષિત થઈ પોતપોતાના સ્થાને ગયા.
પારણું કરી સ્વામી શ્રેયાંસના ઘરેથી નીકળીને ત્યાંથી અન્યત્ર વિહાર કરે છે. છત્મસ્થ તીર્થકર ખરેખર એક જ સ્થાને રહેતા નથી.
ભગવંતના પારણાના સ્થાનને કોઈપણ ઉલંઘન. ન કરે, એમ વિચારીને તે સ્થાનમાં શ્રેયાંસકુમાર રત્નમય પીઠ રચાવે છે. ભક્તિના સમૂહથી નમ્ર શ્રેયાંસકુમાર સાક્ષાત્ પ્રભુના ચરણની પેઠે તે રત્નપીઠને ત્રણે સંધ્યાએ પૂજે છે. લેકોએ “આ શું?” એમ પૂછવાથી સોમપ્રભના પુત્ર–શ્રેયાંસકુમાર “આ આદિકર મંડલ” છે, એમ તે
કોને કહે છે. ત્યારથી જ્યાં જ્યાં પ્રભુ ભિક્ષા ગ્રહણ કરે છે, ત્યાં ત્યાં લેક પીઠ કરે છે, અને તે અનુક્રમે “આદિત્ય મંડલ” એ પ્રમાણે પ્રસિદ્ધ થયું.
ઋષભાભુનુ બહલી દેશમાં ગમન અને
બાહુબલિનું વદન માટે આગમન એક વખત વિહાર કરતાં, હાથી જેમ નિકુંજમાં
. ૧૪