Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
આવે તેમ સ્વામી અહલીદેશમાં માહુબલિની તક્ષશિલા નગરીની પાસે આવ્યા.
તે નગરીના માહ્ય ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા વડે રહ્યા. તે વખતે ઉદ્યાનપાલક જઈને તે વૃત્તાંત માહુબલિને જણાવે છે. હવે તે જ વખતે બાહુબલિરાજા નગરના આરક્ષકને આદેશ કરે છે કે-નગરની અંદર વિચિત્ર હાટની શ્રેણીની શૈાભા કરાવે.
તે વખતે નગરમાં પગલે પગલે લટકતા ફૂલના ગુચ્છાથી સુસ્મિત છે મુસાફરોના મસ્તક જેના વડે એવા કેળના સ્તંભેાની તારણમાળા શેાભે છે. ભગવંતના દર્શન માટે આવેલા દેવાના વિમાન હૈાય એવા દરેક માગે રત્નના ભાજન વડે દેદીપ્યમાન મચા સ્થાપન કર્યાં છે, તેમ જ નગરી પવનની ઉડતી મેાટી ધજાએની શ્રેણીના બહાનાથી જાણે હજારા હાથેાથી નાચે છે. ચારે તરફ નવા કેસરના પાણીના છંટકાવથી તરત જ મંગલકારી અગરાગ કર્યાં હોય એવી પૃથ્વી શાલે છે. ભગવંતના દનની ઉત્કંઠારૂપ ચંદ્રના સંગમથી તે વખતે તે નગર કમળના વનખ’ડની જેમ વિકસિત થાય છે.
પ્રભાતે સ્વામીના દનથી પેાતાને અને લેાકને હું પવિત્ર કરીશ એમ ઈચ્છતા બાહુબલિને તે રાત્રિ માસ જેવી થાય છે.
જગત્પ્રભુ તે રાત્રિ કાંઈક પૂરી થયે છતે પ્રતિમા પારીને પવનની જેમ કાઈ ખીજા સ્થાને ગયા.