Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૮
શ્રી કષભાના ચરિત્ર
સ્વાદિષ્ટ રસતરંગની સંપત્તિથી યુક્ત ઝરણાં જેવા બત્રીસ પાત્રો છે.
તે પછી આવા તે ગજરાજ ઉપર કુંભસ્થળના અગ્રભાગથી ઢંકાઈ ગઈ છે નાભિ જેની એ શકે પરિવાર સહિત અગ્ર આસનમાં બેસે છે. પરિવાર સહિત ઈન્દ્ર જેના ઉપર બેઠેલે છે એ તે હાથી સકલ સૌધર્મ કપની. જેમ ત્યાંથી ચાલે છે. તે પાલક વિમાનની જેમ અનુક્રમે પિતાના દેહને સંક્ષેપ કરતા ઋષભ સ્વામીથી પવિત્ર થયેલા તે ઉદ્યાનમાં ક્ષણવારમાં પહોંચે છે. બીજા પણ અય્યત આદિ ઈન્દ્રો દેવ સમુદાય સાથે “હું પહેલાં, હું પહેલાં એમ કરતાં શીધ્ર ત્યાં આવે છે.
સમવસરણ આ તરફ સમવસરણની એક યોજન પ્રમાણ ભૂમિને અભિમાન રહિત વાયુકુમાર દેવે જાતે પ્રમાજે છે. મેઘકુમાર દેવ ગંધયુક્ત પાણીની વૃષ્ટિવડે પૃથ્વીને સીંચે છે. તે વખતે આવનારા પ્રભુનું સુગંધી બાષ્પ વડે ધૂપરૂપી અર્થ આપવા માટે તૈયાર થઈ હોય એવી ભૂમિ શોભે છે. વ્યંતર દે નીકળ્યાં છે કિરણ જેમાંથી એવા સુવર્ણ— માણિક્ય અને રત્નમય પાષાણ વડે ભક્તિથી પિતાને બાંધતા હોય તેમ તે પૃથ્વીતલને બાંધે છે. ત્યાં તે દેવે પૃથ્વીતળમાંથી ઉગ્યા હોય એવા, નીચા મુખવાળા છે. ડીંટ જેનાં એવા પાંચ વર્ષના સુગંધી પુષ્પો પાથરે છે તેમજ દિશાઓના કંઠાભરણરૂપ થયેલી કંઠી હોય એવા