Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
નિવારણ કરતા, કુંભસ્થળના તેજ વડે પરાભવ કર્યો છે પ્રાતઃકાળના સૂર્યમંડળને જેણે એ, અનુક્રમે પુષ્ટ અને ગેળ એવી સૂંઢ વડે અનુકરણ કર્યું છે શેષનાગનું જેણે એવો, મધ સરખા નેત્ર અને દાંતવાળે, તામ્રપત્ર સરખા તાલુવાળે, ભંભા સરખા ગેળ મુખ અને ડેકવાળો, વિશાળ છે શરીરને અંતરાલ ભાગ જેને એ, ચઢાવેલા ધનુષ્ય સરખા પૃષ્ઠવંશવાળ, ચંદ્રમંડલ સરખા નખ મંડળથી શેલતે, સુગંધી દીર્ધ શ્વાસવાળો. ચલાયમાન દીર્ઘ છે સૂંઢને અગ્રભાગ જેને એવે, દીર્ઘ છે ઓષ્ઠપલ્લવ, મેહન અને પુછ જેને એ, ચંદ્ર-સૂર્ય વડે મેરુની જેમ બંને પડખે ઘંટાઓ વડે અંતિ, અને કલ્પવૃક્ષના પુષ્પથી વેષ્ટિત કક્ષાનાડીને ધારણ કરતા તે ઐરાવણ હાથી છે.
તેના સુવર્ણપટ્ટથી અંકિત ભાલવાળા આઠ મુખ આઠ દિશાની લફમીની વિલાસભૂમિ જેવા શેભે છે. દરેક મુખમાં તીર્થો વિસ્તારવાળા અને ઊંચા દઢ દાંતો મહાગિરિના દાંતની જેમ શેભે છે, દરેક દાંતમાં દરેક વર્ષધર પર્વતની ઉપર દ્રહ હોય તેમ સ્વાદિષ્ટ નિર્મળ જળવાળી વાવડીઓ છે. દરેક પુષ્કરિણીમાં આઠ કમળો જલદેવીઓએ જળની બહાર કરેલા મુખની જેમ શેભે છે. દરેક કમળમાં આઠ આઠ મોટા પાંદડાં કીડા કરતી દેવાંગનાઓના વિશ્રામ માટે અંતરદ્વીપની જેમ શોભે છે, દરેક પાંદડે જુદા જુદા ચાર પ્રકારના અભિનય સહિત આઠ આઠ નાટક શેભે છે, દરેક નાટકમાં અત્યંત