Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૦૦
શ્રી ઋષભનાથ ચરિત્ર કરૂં, પરંતુ અભિગ્રહ વડે જે રહીશ તે આ કચ્છમહાકચ્છ વગેરે ચાર હજાર ભજન વિના પીડા પામ્યા તેમ બીજા મુનિએ પણ સાધુપણાને ત્યાગ કરશે. આ પ્રમાણે સ્વામી મનમાં વિચારીને ભિક્ષા માટે ત્યાંથી ચાલ્યા. અનુક્રમે નગર અને દેશના આભૂષણરૂપ ગજપુર નગરમાં પહોંચ્યા.
તે નગરમાં બાહુબલિના પુત્ર સોમપ્રભરાજાના પુત્ર શ્રેયાંસકુમારે તે વખતે સ્વપ્નમાં “ચારે તરફથી શ્યામ સુવર્ણગિરિ મેં દૂધના ઘડા વડે અભિષેક કરીને અધિક ઉજજવલ કર્યો” એમ જોયું.
તેમજ સુબુદ્ધિષ્ઠીએ “સૂર્યમાંથી પડેલાં હજાર કિરણ શ્રેયાંસકુમારે તે સૂર્યમાં સ્થાપન કર્યા, તેથી સૂર્ય પણ અતિ દેદીપ્યમાન થયે એ પ્રમાણે જોયું.
સોમયશા રાજાએ “એક સુભટ ઘણું શત્રુઓ વડે રુધા હતા, પણ શ્રેયાંસકુમારની સહાય વડે જય પામ્યએમ જોયું.
તે પછી તે ત્રણેય સભાની અંદર એક-બીજાના સ્વને જણાવે છે. તેઓના નિર્ણયને નહિ જાણતા તેઓ પિત–પિતાના સ્થાને ગયા.
તે વખતે સ્વામી તે સ્વપ્નને નિર્ણય પ્રગટ કરવા માટે જાણે હસ્તિનાપુર નગરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે છે. તે વખતે તે એક વર્ષથી આહાર વગરના ઇષભની લીલા વડે આવતા એવા તે ઇષભદેવ પ્રભુને નગરજનોએ