Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરવાપૂર્વક પાદપીઠની આગળ આળોટતાં દઢભક્તિવાળા ઇંદ્રોવડે સેવાય છે, જેમણે સૂર્યવડે પદાર્થની માફક લોકે ઉપર એક અનુકંપાવડે આજીવિકાના ઉપાય રૂપ કર્મો બતાવ્યા છે, તે વખતે દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છતા એવા જેમણે પિતાની શેષની જેમ આ ભૂમિ વહેચીને ભરત આદિને તેમ જ તમને આપી છે, જેમણે પોતે સર્વ સાવઘનો ત્યાગ કરી, આઠ કમરૂપી મહાપંકને સૂકવી નાંખવા માટે ગ્રીષ્મહતુના આત૫ સરખા તપને સ્વીકાર્યું છે, વ્રતથી આરંભીને આ નાથ નિઃસંગ મમતારહિત આહાર વગર ચરણવડે પૃથ્વીને પવિત્ર કરતા વિચરે છે, સૂર્યના આતપથી ઉદ્વેગ પામતા નથી, છાયાને ઈચ્છતા નથી, આ સ્વામી પર્વતની જેમ બંને ઉપર તુલ્ય જ છે. આ નાથ શીતથી ખેદ કરતા નથી, અશીત ઉપર રાગ કરતા નથી, વામય દેહવાળા હોય તેમ સ્વામી
જ્યાં ત્યાં ઊભા રહે છે. યુગમાત્ર સ્થાપના કરી છે દૃષ્ટિ જેણે એવી કીડીને પણ મર્દન કર્યા વિના સંસારરૂપી હાથીને નાશ કરવા માટે સિંહ સમાન એવા તે પાદવિહાર કરે છે. પ્રત્યક્ષ જોવા લાયક ત્રિજગત્પતિ એવા આ તમારા પ્રપિતામહ સૌભાગ્યના ગે અહીં આવ્યા છે. ગોવાળની પાછળ ગાયોની જેમ, આ સ્વામીની પાછળ દેડતા બધા નગર લોકોનો આ મધુર કલકલ શબ્દ હમણાં સંભળાય છે.
પ્રભુને આવતાં જોઈને યુવરાજ પણ તે જ ક્ષણે સૈનિકે એ પણ ઉલ્લંઘન કરેતે પગે ચાલતે દોડે છે.