Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
*
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્થાનભૂત નવ કૂટોને ધારણ કરતા, વશ એજન ઉપર દક્ષિણ અને ઉત્તર પડખે વસ્ત્રની માફક બે વ્યંતરના નિવાસની શ્રેણુને ધારણ કરતા, મૂળથી ચૂલિકા સુધી અતિનિર્મળ સુવણની શિલામય, જાણે દેવકનું એક પાદકટક પૃથ્વી ઉપર પડયું હોય એવા, પવનથી કંપેલા મહાવૃક્ષની શાખારૂપી હાથ વડે દૂરથી બોલાવતા હોય. એવા તે વૈતાઢય પર્વતને તેઓ જુએ છે, અને હર્ષથી યુક્ત મનવાળા ત્યાં પહોંચે છે.
ભૂમિતળથી દશ જન ઉપર નમિ રાજા ત્યાં વૈતાઢય પર્વત ઉપર દક્ષિણ શ્રેણમાં પચાસ નગર કરે છે. એ નગરની મધ્યમાં રહેલા ઉત્તમનગર રથનુપૂર ચક્રવાલપુરમાં તે નિવાસ કરે છે.
તેવી જ રીતે ઉત્તર શ્રેણિમાં વિનમિ નાગરાજની આજ્ઞાથી જલદી સાઠ નગરે સ્થાપે છે. એ નગરમાં પ્રધાનભૂત ગગનવલ્લભપુરમાં તે પિતે નિવાસ કરે છે. તે બને વિદ્યાધરની શ્રેણીઓ મહાદ્ધિવાળી, નીચે પ્રતિબિંબિત થયેલી ઉપર રહેલી વ્યંતરની શ્રેણીઓ હોય. તેમ શેભતી હતી.
તેઓ બને બીજા પણ અનેક ગામ, શાખાનગર, અને ગ્ય સ્થાને દેશની સ્થાપના કરે છે. જે જે દેશમાંથી લાવીને ત્યાં મનુષ્ય સ્થાપન કર્યા, ત્યાં પણ તે તે નામ વડે તેઓએ દેશે સ્થાપ્યા.
તે તે નગરોમાં તે નમિ અને વિનમિએ હદયની માફક સભાની અંદર નાભિનંદન પ્રભુની સ્થાપના કરી.