Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૯૪
શ્રી ઋષભનાથ ચરિત્ર વડે વૈતાઢયપર્વત ઉપર વિદ્યાધરેન્દ્રપણું અત્યંત સુલભ છે. પગની નીચે રહેલા નિધાનની જેમ એમની સેવા માત્રથી ભવનાધિપતિની લક્ષમી પણ શીઘ વરે છે. આ સ્વામીની સેવાથી ઇંદ્રની સંપત્તિ, વસંતઋતુથી વિચિત્ર કુસુમત્રાદ્ધિની જેમ થાય છે. એમના સેવનથી મુક્તિની નાની બહેનની જેવી દુર્લભ એવી પણ અહમિંદ્રપણાની લક્ષ્મીને પણ લોકો પામે છે. આ જગન્નાથની સેવા કરનાર ભવ્યજીવ જ્યાંથી પાછું ફરવાનું નથી એવા શાશ્વત આનંદમય મોક્ષપદને પામે છે, આ સ્વામીની જ સેવા વડે આ પ્રભુની જેમ પ્રાણી આ લોકમાં ત્રણ ભુવનને અધિપતિ અને પરલોકમાં સિદ્ધરૂપે થાય છે. આ સ્વામીને હું દાસ છું અને તમે પણ સેવક છે. નાગરાજવડે નમિ-વિનમિતે વિદ્યાધરેથનું દાન
આથી એ પ્રભુની સેવાનું ફળ વિદ્યાધરેનું એશ્વર્ય તમને હું આવું છું. એને સ્વામિની સેવાથી મળેલું જાણેબીજા પ્રકારે શંકા કરતા નહિ, કારણમાં ભૂમિને વિષે અરુણુથી થયેલો ઉઘાત પણ સૂર્યથી ઉત્પન્ન થયેલે જ છે. એમ સમજાવીને ગૌરી, પ્રજ્ઞપ્તિ, વગેરે અડતાલીશ હજાર વિદ્યાઓ ભણવા માત્રથી સિદ્ધિ આપનારી આપે છે અને આદેશ કરે છે કે–વૈતાઢયપર્વત ઉપર જઈને બંને શ્રેણીને વિષે નગરની સ્થાપના કરીને તમે અક્ષત, રાજય કરે.
પ્રભુને પ્રણામ કરીને તે નમિ–વિનમિ પુષ્પક વિમાન