Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પાણી લાવીને છાંટે છે. પ્રાતઃકાળે ધર્મચક્રવતીની આગળ સુગંધથી મત્ત થયેલા ભ્રમરના સમૂહથી લેવાયેલા પુષ્પપ્રકરને તેઓ મૂકે છે. રાત્રિ-દિવસ મેરુપર્વતની બને બાજુ સૂર્ય—ચંદ્ર હોય તેમ, ખુલ્લી તલવાર રાખી પ્રભુની બંને બાજુ ઊભા રહી સ્વામીની સેવા કરે છે. ત્રણે સંધ્યાએ બે હાથ જોડી, પ્રણામ કરી આ પ્રમાણે પ્રાર્થના કરે છે કે-હે સ્વામી! અમારે બીજે કઈ સ્વામી નથી. તમે જ રાજય આપનારા થાઓ. - એક વખત સ્વામીને ચરણને વંદન કરવા માટે ઇચ્છતો શ્રદ્ધાવંત નાગકુમાર દેવને અધિપતિ ધરણેન્દ્ર ત્યાં આવે છે. તે નાગરાજ બાળકની જેવા સરળ, હંમેશાં સ્વામીની સેવામાં તત્પર, લક્ષ્મીની યાચના કરતા તે નમિ વિનમિને આશ્ચર્ય સહિત જુએ છે. તેમને જોઈને તે અમૃતરસ ઝરતી વાણુ વડે કહે છે કે –“તમે કેમ છો? દઢ આગ્રહપૂર્વક શું માગે છે ? જગતને પ્રભુએ એક વર્ષ સુધી ઇચ્છિત મહાદાન આપ્યું, તે વખતે તમે ક્યાં ગયા. હતા? હમણાં સ્વામી નિર્મમ, નિષ્પરિગ્રહ, રેષ અને. તેષથી રહિત, દેહને વિષે પણ આકાંક્ષા વગરના છે.”
આ પ્રમાણે સાંભળીને તે નમિ–વિનમિ “આ પણ સ્વામીને કઈ સેવક છે એ પ્રમાણે જાણુંને ગૌરવપૂર્વક તે નાગરાજ ધરણેન્દ્રને કહે છે કેઅમે સ્વામીના સેવક છીએ, આ અમારા સ્વામી છે. તે વખતે દીક્ષા ગ્રહણ પહેલાં કાર્ય નિમિત્તે અમને દેશાંતર જવા માટે આદેશ કર્યો